Gujarat News: ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ (Mapmyindia) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ તાજેતરમાં ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ (Har Ghar Swadeshi, Ghar Ghar Swadeshi) અભિયાન અંતર્ગત, તમામ વિભાગો સાથે ખાસ બેઠક યોજીને સ્વદેશી અપનાવવાના મુદ્દા પર ભાર મૂક્યો હતો. ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય (Vikas Sahay)ના માર્ગદર્શનમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સ્વદેશી એપ મેપલ્સ (Swadeshi App Mappls) સાથે ટ્રાફિક મેનેજમેન્ટ અને રોડ સેફ્ટી માટે ખાસ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.

મેપલ્સમાં ખાસ ફિચર્સ અપડેટ કરાયા: હવે નાગરિકોને નેવિગેશન (Navigation)ની સાથે સાથે બ્લેક સ્પોટ્સ, એક્સિડન્ટ ઝોન, સ્પીડ લિમિટ (Speed Limit) ઉપરાંત રિયલ ટાઈમ ટ્રાફિક એડવાઈઝરી અપડેટ આપશે
બંધ કરાયેલા રોડ, પ્લાન્ડ રોડ કન્સ્ટ્રક્શન/રિપેર એક્ટિવિટિઝ તથા રેલી જેવી માહિતી આ એપમાં રિયલ ટાઈમ અપડેટ (Update) થશે, જેથી નાગરિકો વૈકલ્પિક રૂટ પસંદ કરી શકશે
ગુજરાત પોલીસ મેપમાયઇન્ડિયા (Map My India)ને દૈનિક ધોરણે રીઅલ-ટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે

મેપલ્સ દ્વારા તેમની એપમાં વિશેષ સુવિધાઓ ડેવલપ કરી નાગરિજલક્ષી ખાસ ફિચર્સ અપડેટ કરવામાં આવ્યા છે. હવે નાગરિકો/ વાહનચાલકોને નેવિગેશનની સાથે સાથે આ એપ બ્લેક સ્પોટ્સ, એક્સિડન્ટ ઝોન, સ્પીડ લિમિટ ઉપરાંત રિયલ ટાઈમ ટ્રાફિક એડવાઈઝરી અપડેટ આપશે.
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા પૂરો પાડવામાં આવેલો બ્લેક સ્પોટ્સ અને સંભવિત અકસ્માત ઝોનનો ડેટા મેપલ્સ દ્વારા આ એપમાં અપડેટ કરી દેવાયો છે. તે ઉપરાંત વાહનચાલકોને ડાર્ક રસ્તા અંગે પણ પહેલેથી અંદાજ આવી જાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્પીડ લિમિટ પણ આ એપમાં અપડેટ કરવામાં આવી છે.
MoU મુજબ, ગુજરાત પોલીસ મેપમાયઇન્ડિયાને દૈનિક ધોરણે રીઅલ-ટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે, જેમાં બંધ કરાયેલા રોડ અંગેની માહિતી (Road Closures), પ્લાન્ડ રોડ કન્સ્ટ્રક્શન/રિપેર એક્ટિવિટિઝ તથા રેલીઓ અને અન્ય કાર્યક્રમોની માહિતી આ એપમાં રિયલ ટાઈમ અપડેટ થશે જેની જાણ નાગરિકોને થતા તેઓ વૈકલ્પિક રૂટ પસંદ કરી શકશે.
આ MoUના સંદર્ભમાં તમામ જિલ્લાના પોલીસને આ હેતુ માટે બનાવેલા વોટ્સએપ ગ્રુપ દ્વારા મેપમાયઇન્ડિયાને ઇનપુટ્સ કેવી રીતે આપવા તેની તાલીમ આપવામાં આવી છે. ડેટા અપડેશનનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે.
ગુજરાત પોલીસ (Gujarat Police) વાહનચાલકો માટે તેમની મુસાફરી વધુ અનુકૂળ બનાવવા માટે રીઅલ-ટાઇમમાં વધુ સારા ટ્રાફિક અપડેટ્સ આપવા માટે મેપમાયઇન્ડિયા સાથે સતત કાર્ય કરી રહી છે.
કસ્ટમાઇઝ્ડ ટ્રાફિક અપડેટ્સ મેળવવા અને વધુ સારા ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકોને મેપમાયઇન્ડિયા એપનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સીટ બેલ્ટ પહેર્યો ન હોવાથી 1,000 ની લાંચ લેતા ટ્રાફિક કોન્સ્ટેબલ ઝડપાયો
આ પણ વાંચો: વડોદરામાં નશામાં ધૂત નબીરાની હરકત, યુવતીને ટક્કર બાદ ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી
આ પણ વાંચો: હિંમતનગરમાં યોજાયેલ નવરાત્રિ મહોત્સવમાં ટ્રાફિક જામ, આયોજકોની ગંભીર બેદરકારી આવી સામે
