Vadodara News: સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા શહેર ફરી એક વખત ખાદ્ય સુરક્ષા સંબંધિત ગંભીર મુદ્દાને લઈને ચર્ચામાં આવ્યું છે. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં હાનિકારક અને ગુણવત્તા વિહોણું લુઝ તેલ (બિન-પેક્ડ અને ખુલ્લું તેલ)નો મોટાપાયે વેપલો ચલાવાતો હોવાનું બહાર આવ્યું છે. નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા આ લેભાગુઓએ બજારમાં નકલી અને મિશ્રિત તેલની જથ્થાબંધ સપ્લાય શરૂ કરી દીધી હતી.
ખોડિયારનગર વિસ્તારમાં આવેલી મિશા એન્ટરપ્રાઇઝ નામની જગ્યાએ ફૂડ વિભાગે દબાણકારી તપાસ કરી હતી, જ્યાંથી મોટા પ્રમાણમાં લુઝ ઓઈલના ડબ્બા, ભરેલી બેરલો અને ફરીથી ભરાયેલા પ્લાસ્ટિક કૅન મળી આવ્યા હતા. વધુ ચોંકાવનારી વાત એ છે કે આ તેલ વાપરાયેલા ડબ્બામાં ભરવામાં આવતું હતું જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે.
લુઝ ઓઈલ એટલે શું ?
લુઝ ઓઈલ એટલે સામાન્ય ભાષામાં એવું તેલ જે સરકારી નિયમો મુજબ પેકિંગ, લેબલિંગ, બ્રાન્ડિંગ અથવા ગુણવત્તા ચકાસણી વગર વેચવામાં આવે છે. આવા તેલમાં કોઈપણ પ્રકારનું મિશ્રણ, રસાયણો, રંગ, સુગંધ અથવા ઓછી ગુણવત્તાવાળા ફેટથી તૈયાર થયેલ તેલ ભરી શકાય છે.
સૂત્રો અનુસાર, મિશા એન્ટરપ્રાઇઝ દ્વારા પામોલીન અને સોયાબીન તેલનું લુઝ રીતે વેચાણ કરવામાં આવતું હતું. તે સાથે, આ વેપારી દ્વારા આ તેલને ખાસ કરીને ફરસાણ બનાવતા વેપારીઓ, પાણીપુરી લારીવાળા, હોટલ-ઢાબા અને નાના ફૂડ વ્યવસાયકારોને સસ્તા ભાવે સપ્લાય કરવામાં આવતું હતું.
તપાસમાં થયો મોટો ખુલાસો
આગળની તપાસમાં દુકાનદારોએ મોટો ખુલાસો કર્યો કે આ લુઝ તેલ વડોદરામાં જ નહીં પરંતુ કંડલાથી જથ્થાબંધ મંગાવવામાં આવે છે અને આખા શહેરમાં તેની ડિલિવરી થતી હોય છે. એટલે કે લુઝ તેલનુંઆ ને ટવર્ક માત્ર એક વિસ્તાર સુધી મર્યાદિત નથી, પરંતુ એક વિસ્તૃત ગોઠવણીનો ભાગ છે.
આ ઘટનાને ગંભીરતાથી લઈને વડોદરા ફુડ વિભાગે તેલ(Vadodara Food Department sells)ના નમૂનાઓ સીલ કરીને લેબોરેટરીમાં મોકલ્યા છે. હવે તપાસ બાદ જ આ તેલમાં મિશ્રણ, કેન્સરજનક પદાર્થો, ફ્રી ફેટી એસિડનું પ્રમાણ અથવા અન્ય હાનિકારક ઘટકો છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી બહાર આવશે.
આવા લુઝ તેલથી નાગરિકોને થતા જોખમોં ઊભા થાય છે.જેવા કે હૃદયરોગની શક્યતા વધે છે. કેન્સર જેવી જીવલેણ બીમારી, કિડની અને લીવર પર વિપરીત અસર કરે છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરનું વધવું ઘટવું અને બાળકો અને વૃદ્ધોમાં રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો કરે છે.
ખાદ્ય સલામતી અધિનિયમ (Food Safety Act) મુજબ, બિન-પેક્ડ તેલનું વેચાણ કરવું કે ખોરાકમાં ઉપયોગ કરવો ગેરકાનૂની અને દંડનીય છે. પરંતુ સસ્તું પડતું હોવાથી કેટલીક ફરસાણ અને ફાસ્ટ ફૂડ દુકાનો આવા તેલની ખરીદી કરે છે, જેના કારણે આખા શહેરના આરોગ્ય પર ઘાતક અસર થતી રહે છે.
ફૂડ અધિકારીઓ (Food officer)એ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, જ્યાં પણ લુઝ ઓઈલ, નકલી ડબ્બા અથવા બ્રાન્ડ વિના તેલનું વેચાણ જોવા મળે, તે સ્થાને તુરંત 1967 હેલ્પલાઇન અથવા નજીકના ફૂડ સલામતી વિભાગને જાણ કરી જરૂરી છે.
વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાલતા ખાદ્ય ભેળસેળના નેટવર્ક પર સીધી નજર પાડે છે. નાગરિકોના આરોગ્ય સાથે ખેલ કરતી આવી મંદબુદ્ધિ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી અને સ્થાયી દેખરેખની માંગણી વધી રહી છે.
આ પણ વાંચો:રાજ્યવ્યાપી દરોડામાં રૂ. 41 લાખના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો જપ્ત-નાશ કરાયો
આ પણ વાંચો:રાજ્યમાં રૂ. 1.8 કરોડનો 46 ટન અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો જપ્ત
