Himmatnagar News: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda, Congress)એ જણાવ્યું છે કે, તંત્ર દ્વારા BLO ને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. જેના કારણે BLO ના મોત થઈ રહ્યા છે BLO આત્મહત્યા (Suicide) કરવા મજબૂર થઈ રહ્યા છે.
જન આક્રોશ યાત્રાના પાંચમા દિવસે હિંમતનગર (Himmatnagar) ખાતે અમિત ચાવડાએ આમ જણાવ્યું હતું.
[fvplayer id=”270″]
ચૂંટણી પંચ (Election Commission) પાસે માંગણી છે કે SIRની કામગીરીનો સમયગાળો વધારવામાં આવે.
સરકારી તંત્રની અણઆવડત અને કોઈ પણ પ્રકારના આયોજન વગર SIRની કામગીરી શરૂ કરવામાં આવી છે તેના કારણે મતદાતાઓ (Voters) પણ પરેશાન થઈ રહ્યા છે અને BLO મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.
હાલમાં જે રિપોર્ટ આવ્યો એ મુજબ 25 તારીખ સુધી 50% મતદારોના જ ફોર્મ જમા થયા છે.
જેમાં પણ 67 લાખ જેટલા મતદારોના ફોર્મ જમા થયા એ કોઈપણ જાતની ચકાસણી વગર પુરાવા વગર જમા કરાવવામાં આવ્યા છે આ મોટું રાજકીય ષડયંત્ર લાગી રહ્યું છે.
ચાર ડિસેમ્બર ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ છે ત્યારે ચૂંટણી પંચ પાસે અમારી માંગ છે કે બે મહિનાનો સમય વધારવામાં આવે અને ફેબ્રુઆરી મહિનાના અંત સુધી SIRની કામગીરી લંબાવવામાં આવે જેથી સરખી રીતે આ કામગીરી થઈ શકે.
ગુજરાતમાં દારુ અને ડ્રગ્સના દૂષણ વિશે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આમ જણાવ્યું હતુ.
[fvplayer id=”272″]
આ પણ વાંચો: BLO આત્મહત્યા મુદ્દે જીતુ વાઘાણીની સ્પષ્ટતા, દબાણ ન કરવા કલેક્ટરોને આદેશ
આ પણ વાંચો: 1.62 લાખ BLOને અખિલેશે પત્ર લખ્યો: રાજકીય છેતરપિંડીનું પરિણામ શા માટે ભોગવવું જોઈએ?
આ પણ વાંચો: આપણે હોઈએ કે BLO બધાએ કામ તો કરવું જ પડે, હજી ધીમીગતિએ કામ ચાલી રહ્યું છે
