Gujarat News/ દારૂના હપ્તાની એમને તો ચચરી ગઈ છે, ભાજપને અમિત ચાવડાનો ટોણો

પોલીસ પરિવાર દ્વારા યાત્રાને અટકાવવામાં આવી હતી અને મહિલાઓએ પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ નોંધાવ્યો હતો

Gujarat Others

Gujarat News : હિંમતનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. જોકે પોલીસ પરિવાર દ્વારા યાત્રાને રોકી મહિલાઓ દ્વારા પ્લેકાર્ડ દર્શાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. બીજીતરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સામે આક્રોશ વ્યક્ત કર્યો. કોંગ્રેસ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં જન આક્રોશ યાત્રા કાઢવામાંઆવી છે. જન આક્રોશ યાત્રા આજે હિંમતનગર ખાતે પહોંચી હતી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા સહિત પ્રદેશના નેતાઓ હાજર રહ્યા હતા. ન્યાય મંદિર ખાતેથી જિલ્લા કોંગ્રેસ દ્વારા યાત્રાનું પ્રસ્થાન થયું હતું.

જ્યારે આ યાત્રા ટાવર ચોક પહોંચી ત્યારે ત્યાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધવામાં આવ્યા હતા. બાદમાં અહીંથી યાત્રા પ્રંતિજ જવા રવાના થઈ હતી. બીજીતરફ પોલીસ પરિવાર દ્વારા યાત્રાને અટકાવવામાં આવી હતી અને મહિલાઓએ પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ નોંધાવ્યો હતો.

દારૂના હપ્તાની એમની તો ચચરી ગઈ છે, એમ વિરોધ સામે અમિત ચાવડાએ કહ્યું હતું. . હવે તો જિજ્ઞેશ મેવાણી નહિ, આખું ગુજરાત બોલશે.વધુમાં તેમણે કહ્યું કે, સમગ્ર ગુજરાતાં જે દારુ ડ્રગ્સના અડ્ડા ચાલી રહ્યા છે, નાની વયે યુવાનો મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે. યુવા પેઢી બરબાદ થઈ રહી છે. લાજવાના બદલે આ સરકાર ગાજી રહી છે. જે રાજ્યના ગૃહમંત્રી આ આખા ગુજરાતના હપ્તા ઉઘરાવે છે અને તેને છાવરે છે.

કદાચ જે હપ્તો પોલીસ સ્ટેશનમાં ઉઘરાવે છે તેમાંથી 10 ટકા રૂપિયા તેમની પાસે છે. રાજ્યના આઈપીએસ, રાજ્યના મંત્રીઓ ને મુખ્યમંત્રી સુધી 90 ટકા રૂપિયા પહોંચી છે. હપ્તા બંધ થવાનો એ લોકોને ડર લાગે છે. તેથી પોલીસના લોકોના નામે ભાજપના મળતીયા અને હોદ્દેદારોના હાથમાં બેનર લઈને વિરોધ કરવા મોકલે છે.

હવે ગુજરાતની જનતા ઓળખી ગઈ છે કે, હપ્તા બંધ થવાનો ડર છે. એવો ડર છે કે આ બૂટલેગરો જેલમાં જશે , જે ભાજપના ધારાસભ્યો, મંત્રીઓ ભાગીદારો દારુ ડ્રગ્સનો સોદો કરે છે. તેમને ફાળ બેસી છે કે ગુજરાત જનતાને અમે જગાડી છે. હપ્તા બંધ થશે એટલે હર્ષ સંઘવીના ઈશારે ભાજપના બુટલેગરો તેમના માણસો વિરોધ કરવા આવ્યા છે. બે નંબરના હપ્તા ઉઘરાવે છે તેમને જે હપ્તા ગાંધીનગરના સુધી પહોંચાડવા વહીવટદારો બન્યા છે. આ તેમનો ગરાસ લૂંટાઈ ગયો છે. દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યુ કે, થરાદ ખાતે યોજાયેલી જન આક્રોશ સભામાં શિવનગરની મહિલાઓએ દારૂ અને ડ્રગ્સ મુદ્દે રજૂઆત કરી હતી. દારૂ અને ડ્રગ્સ મુદ્દે જીગ્નેશ મેવાણીએ પટ્ટા ઉતરાવવાની વાત કરી હતી એ હોમ ડિપાર્ટમેન્ટમાં વિસ્તારના એસપી અથવા તો પીઆઇ કક્ષાના અધિકારીઓ જવાબદાર હોય દારૂ અથવા ડ્રગ્સ ના કારણે તેની જવાબદારી હોય છે. પરંતુ કરોડના હપ્તા લેવા છે અને બીજા પરિવારને બરબાદ કરવા એવું નહીં ચલાવીશું. પરંતુ પોલીસની સારી કામગીરી માટે વિધાનસભાનું ગૃહ હશે તો પણ અભિનંદન પાઠવીશું.

આ જિગ્નેશ મેવાણીને દબાવવાનો પ્રયાસ છે જ્યાં ખોટું થશે ત્યાં આજે બોલીશું કાલે બોલીશું અને બોલતા રહીશું. રાજકીય વિલ પાવર વાપરી જાહેરમાં કહો કે અમારા વિસ્તાર અથવા તો અમારા વિધાનસભામાં જાહેરમાં દારૂ વેચાશે તો અમે કાર્યવાહી કરીશું. આગામી સમયમાં ગામ વાઇસ મોહલા વાઇસ અને સીટી વાઇસ લીસ્ટ બનાવીશું બાદમાં એસપી સહિત જવાબદાર અધિકારીઓને આપવાના છીએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


Gujarat News/જીગ્નેશ મેવાણીના સંસ્કારની ચિંતા છોડો, ગુજરાતની જનતાને સુરક્ષિત કરો…!-ગુજરાત પ્રદેશ કોંગ્રેસ

Ahmedabad News/કોમનવેલ્થના નામે હજુ 10,000 મકાન તોડાશે, મુખ્યમંત્રી બિલ્ડરોના છે : કોંગ્રેસના ધારાસભ્ય મેવાણી

Gandhinagar News/પરિવારના વાત પરિવારના પ્લેટફોર્મ પર કરાય, મેવાણીને શક્તિસિંહનો જવાબ