Ahmedabad News/ કોમનવેલ્થના નામે હજુ 10,000 મકાન તોડાશે, મુખ્યમંત્રી બિલ્ડરોના છે : કોંગ્રેસના ધારાસભ્ય મેવાણી

આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

Gujarat Ahmedabad

Ahmedabad News :  ભારત ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે અમદાવાદમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યાં છે. હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ પણ કોઈ પ્રોજેક્ટ આવવાની સંભાવના વચ્ચે ચાંદખેડા અને મોટેરામાં દબાણો હટાવવામાં આવી રહ્યાં છે. ઘરવિહોણા બનેલા લોકો આ મામલે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખે પણ આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

કોંગ્રેસના ધારાસભ્ય મેવાણી આકારા પાણીએ જોવા મળેલા કોંગ્રેસના ધારાસભ્ય મેવાણી કહ્યું હતું કે ગુજરાતના CM બિલ્ડરના મુખ્યમંત્રી છે. કોમનવેલ્થના નામે હજુ 10,000 મકાન તોડશે, સાથે જ તેમણે પીડિતોની લડાઈને સમર્થન આપી 8 સપ્ટેમ્બરે વિધાનસભા અને 15 ઓક્ટોબરે મુખ્યમંત્રી આવાસ ઘેરવાની જાહેરાત કરી છે.

ઘરવિહોણા બનેલા લોકો મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસ શહેર પ્રમુખનો પણ સાથ મળ્યો હતો. ચાંદખેડા અને મોટેરામાં દબાણો દૂર થઈ રહ્યાં છે ત્યારે ત્યાંના પીડિતોએ ઘરની સામે ઘરની માગ કરી હતીઆ સાથે જ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર આ કામગીરી કરાઈ રહી છે, સાથે જ ચાલુ વરસાદે કામગીરી થતી હોવાથી લોકો ક્યાં જાય એ એક મોટો સવાલ ઊભો થયો છે.

આ સમયે જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે 8 સપ્ટેમ્બરે વિધાનસભા ઘેરાવ અને 15 ઓક્ટોબરે મુખ્યમંત્રી આવાસ ઘેરાવ કરવામાં આવશે. ચાંદખેડા અને મોટેરામાં 17 હજાર એકર જમીન ખાલી કરવામાં 50 હજાર લોકો ઘર વિહોણા બનશે.

વિરોધ દરમિયાન ચંડોળા, ઓઢવ, ચાંદખેડા સહિતની જગ્યા પર દબાણો દૂર કરવા બાબતે સવાલ કરાયા હતા. જિજ્ઞેશ મેવાણીએ બિલ્ડરના મુખ્યમંત્રી હોવાનો આક્ષેપ કર્યો હતો.
મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે પોતે બિલ્ડર એવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનમાં ગરીબોનાં હજારો આવાસો તોડાયાં છે અને હજુ ધરાયા નથી એમ રાયખંડ, ઓઢવ, ચંડોળા, ચાંદખેડા, મોટેરા, સુભાષબ્રિજ ખાતે અમને મળેલી માહિતી મુજબ હજુ કોમનવેલ્થના નામે ગરીબોના 10,000 મકાન તોડવાનાં છે, જેને અમે કોંગ્રેસ પક્ષ તરીકે અને ગુજરાતના નાગરિકો તરીકે ચલાવી લેવાના નથી.

આ ગુજરાત માત્ર બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને પૂંજીપતિઓ માટે નથી. આ ગુજરાત ગુજરાતની સામાન્ય જનતા માટે પણ છે. ઝૂંપડાવાસીઓ, ચાલીમાં રહેતા લોકો માટે પણ છે અને સામાન્ય નાગરિકો માટે પણ છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો:આવતી કાલે નર્મદા-તાપીમાં વરસાદનું રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદે મચાવી તબાહી,વડોદરા જિલ્લાની શાળાઓમાં રજા જાહેર

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી