Gujarat Weather/ અમદાવાદમાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રાજ્યમાં વરસાદનો કહેર યથાવત….

દક્ષિણ ગુજરાતના લોકો પાણીની પૂરતી ઉપલબ્ધતાથી ખુશ છે, જ્યારે નદી કિનારાના રહેવાસીઓને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

Top Stories Gujarat

Gujarat Weather : હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની (Rain) આગાહી કરી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ (Red alert) પણ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર બંદર પર એલસી 3 સિગ્નલ જારી કરવામાં આવ્યું છે.

વડોદરાના (Vadodra) ડભોઇ તાલુકાના અરનિયા અને અશગોલ ગામોનો સંપર્ક તૂટી ગયો છે. ઉપરવાસના વિસ્તારોમાં વરસાદને કારણે હેરન નદીમાં પાણીનો પ્રવાહ ભારે હોવાથી પાણી અરનિયાને જોડતા પુલ પરથી પસાર થઈ રહ્યું છે અને ગામનો સંપર્ક તૂટી ગયો છે. તલાટી મંત્રી ઘટનાસ્થળે પહોંચ્યા છે અને હેરન નદીમાં પૂરની સ્થિતિ અંગે વહીવટીતંત્રને જાણ કરી છે.

મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ

મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં અડધો ઇંચથી અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયોછે. જેને પગલે અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. જ્યારે કડી વિસ્તારમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ પડ્યો છે. વિજાપુરમાં પણ નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

સમગ્ર બોટાદ પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ

સમગ્ર બોટાદ પંથકમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. જેને કારણે મધુ નદીમાં પુર આવતા પાણી રસ્તા પર ફરી વળ્યા છે. ભારે વરસાદને લઇ શહેરનાં રસ્તાઓ જળ બંબાકાર બની ગયા છે. મધુ નદીના પાણી જ્યોતિગ્રામ સર્કલ પાસે ફરી વળ્યા છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને કારણે સાળંગપુર રોડ પરનો રેલ્વે અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. ધોધમાર વરસાદ પડતા અંડરપાસમાં પાણી ભરાયા છે. લોકોની સલામતીને લઈ અંડરપાસ બંધ કરાયો છે. ટ્રાફિક પોલીસ દ્વારા બેરીકેડ મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે પાર નદીમાં પાણીની સપાટીમાં વધારો થયો છે.  જેને લઈને પાર નદીના પાણીએ કિનારો વટાવ્યો છે.
તે સિવાય વરસાદને કારણે વિસર્જન માટેના પંડાલો પાણીમાં ડૂબી ગયા છે. આમ ગણેશ વિસર્જનમાં  વરસાદી વિક્ષેપ પડ્યો છે. તંત્ર દ્વારા લોકોને નદી કિનારાથી દુર કરવામાંઆવ્યા છે. ઉપરાંત પાર નદીના કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કચ્છ જીલ્લામાં ખાબક્યો ધોધમાર વરસાદ

કચ્છ જિલ્લામાં પણ  ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં ભચાઉના હિંમતપુરામાં ગૌવંશ પાણીમાં તણાયો હતો. તે સિવાય રાપર ભીમાસરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભુજના ઝુરા કેમ્પ, કોરિયામાં પણ ધોધમાર વરસાદ છે. નખત્રાણાના નિરોણામાં પણ મેઘરાજાની ધૂઆંધાર બેટિંગ છે. ભારે વરસાદને કારણે ભુજ તાલુકાનો જામ કુંડારીયા ડેમ ઓવરફ્લો થયો છે. તે સિવાય ખાવડા પચ્છમની તુગા નદી બે કાંઠે વહી રહી છે. લુડિયા બન્ની વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ભુજના મોટા દિનારામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.

વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ

અંબાજી ધામમાં ધોધમાર વરસાદને કારણે બજારોમાં નદીની જેમ પાણી વહી રહ્યા છે. તે સિવાય ભાદરવી પૂનમ માટે લગાવેલ સ્ટોરમાં પણ પાણી ફરી વળ્યાં છે. જેને લઈને ભક્તો ઘુંટણ સમા પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે. ભારે વરસાદના કારણે યાત્રિકોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

અમરેલી પંથકમાં ભારે આગાહીને પગલે ધોધમાર વરસાદ

સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં મેઘો મૂશળધાર વરસ્યો છે. મહુવા રોડ, બાઢડા, જાબાળ જાવે માગોમાં ભારે વરસાદ છે. તે સિવાય થોરડી, આદસંગ સહિતના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદના કારણે પંથકના માર્ગો ઉપર પાણી ભરાયા છે.

કપડવંજ પંથક સહિત ઉપરવાસમાં ભારે વરસાદ

કપડવંજ પંથક સહિત ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહેયો છે. તે સિવાય વરાસી અને લાંક જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેમાં વરાસી જળાશયમાંથી 1500 ક્યુસેક પાણી છોડાયું છે.  જ્યારે લાંક જળાશયમાંથી 400 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.  જેને લઈને નદીકાંઠાના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.  પાણી છોડતા વરાસી અને મહોર નદી બે કાંઠે જોવા મળી હતી. નદી બે કાંઠે વહેતી જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ખેડા જિલ્લામાં ભારે આગાહી વચ્ચે સાર્વત્રિક વરસાદ

નડિયાદમાં ભારે વરસાદી ઝાપટા વચ્ચે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. જેને લઈને અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા કલેકટરના આદેશ થયા છે. તે સિવાય મહીસાગર નદીમાં 4.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. આથી નદી કિનારાના ગળતેશ્વર, ઠાસરા તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે. આવતીકાલે પણ ખેડા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લોકોને કામ સિવાય બહાર ન નીકળવા કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે. ગણેશ વિસર્જન સમયે પાણીમાં ન ઉતરવા પણ અપીલ કરવામાં આવી છે.

અરવલ્લીમાં ભિલોડાના શોભાયડાનો ડીપ છલકાયો

અરવલ્લીમાંભિલોડાના શોભાયડાનો ડીપ પાણીનો ભારે પ્રવાહ હોવાથી ઉપરથી પાણી વહી રહ્યું છે. ડીપ ઓવરફ્લો થતા સુનોખ-શોભાયડા-જનાલી રસ્તો બંધ થઈ ગયો છે. તે સિવાય બંને તરફના 10થી વધુ ગામના લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે. પાણીનો ભારે પ્રવાહ હોવાથી ડીપ પરથી પાણી વહી રહ્યું છે.

પાટણમાં મેઘરાજાની એન્ટ્રી

પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણ ઠંડકભર્યું બની ગયું છે. રૂની અને હાંસાપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસતા જનજીવન પર અસર થઈ છે. ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે.

કડીમાં ભારે વરસાદ, ટ્રાફિક જામ

મહેસાણાના કડીમાં વરસાદ પડતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. થોળ રોડ અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરાયો છે. વડવાળા હનુમાન મંદિર અને કરણનગર રેલવે ફાટક પાસે ભયંકર ટ્રાફિક જામ સર્જાયો છે.

રાધનપુરમાં ધોધમાર વરસાદ

પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં ધમાકેદાર વરસાદ વરસતાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. સાંતલપુર તાલુકાના ગામડાંઓમાં પણ ભારે વરસાદ વરસતા નદી-નાળા છલકાયા છે અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.

ભિલોડાની નદીમાં ઘોડાપુર

અરવલ્લી પંથકમાં સતત વરસાદને કારણે બુઢેલી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ઉપરવાસમાંથી પાણી આવતા નદી બે કાંઠે વહી રહી છે. નદી કિનારે આવેલા ગામોને તંત્ર દ્વારા સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

ભિલોડા-શામળાજી હાઇવે બંધ

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને કારણે રૂદ્રેશ્વર મહાદેવ મંદિર પાસેનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. ગઢિયા અને રાયપુર પરના ડાયવર્ઝન પણ પાણીમાં વહી ગયા છે. ભિલોડાથી શામળાજી જતો હાઇવે બંધ કરી વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો છે.

શામળાજીમાં લેન્ડ સ્લાઇડનો ખતરો

અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક સતત વરસાદને કારણે સર્વિસ રોડ પર ડુંગર પરથી મોટી ભેખડ ધસી પડી. તંત્રે તાત્કાલિક JCB મશીનોની મદદથી રસ્તો ખાલી કરાવ્યો. ભાદરવી પૂર્ણિમા પહેલા વરસાદથી આવી પરિસ્થિતિ વારંવાર સર્જાઈ રહી છે.

રાજકોટનું  અણિયારા ગામ સંપર્ક વિહોણું

રાજકોટ તાલુકાનું અણિયારા ગામ ભારે વરસાદને કારણે સંપૂર્ણ સંપર્કવિહોણું બન્યું છે. ગામમાં પ્રવેશવાનો એકમાત્ર રસ્તો બંધ થઈ જતા ગ્રામજનો હાલ દોરડાના સહારે અવરજવર કરવા મજબૂર છે. અણિયારા ગામને જોડતા પુલનું કામ ખુબ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. અનેકવાર રજૂઆત છતાં કામગીરી ન થતાં ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.

બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી એલર્ટ

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતાં નદી-નાળા અને ખેતરોમાં પાણી ભરાયા છે. અમીરગઢ, પાલનપુર, વડગામ અને દાતા પંથકમાં ભારે વરસાદથી નેશનલ હાઇવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દાંતીવાડા અને પાંથાવાડામાં વરસાદી પાણી ભરાતા તંત્ર એલર્ટ મોડમાં છે. નદીકાંઠા તથા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી તલાટીઓને 48 કલાક હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે.

કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદ

કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો છે. રાપર અને ભચાઉ તાલુકાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. ફતેહગઢ, ગેડી, ભીમાસર અને રતનપર સહિતના ગામોમાં વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ભચાઉના ખડીર બેટના રતનપર ગામે ધૂંઆધાર પવન ફૂંકાયો હતો. સાંગવારી માતાજીના મેળા દરમિયાન વરસાદ વચ્ચે પવનના ભારે દ્રશ્યો જોવા મળતાં ભક્તોમાં હાહાકાર મચી ગયો છે.

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પડધરીના સરપદળ પંથકમાં દોઢથી બે ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી પડધરી ગામની નદી બે કાંઠે વહેતી થઈ છે. લોધિકા અને આસપાસના વિસ્તારોમાં પણ મેઘરાજાની મોજ માણી રહ્યા છે.

[fvplayer id=”89″]

વડોદરામાં ડભોઇમાં પૂરથી માર્ગ બંધ

ડભોઇ પંથકના રાજલી, અંગુઠણ અને બનૈયા ગામોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતાં ગામોનો સંપર્ક તૂટ્યો છે. ઢાઢર નદીના પૂરથી અનેક ખેતરો અને રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે. છેલ્લા બે દિવસથી ગ્રામજનો ઘરોમાં પુરાયેલા હોવાથી મુશ્કેલીઓ વધી છે.

ખેડામાં વણાકબોરી ડેમમાંથી પાણી છોડાશે

ખેડા જિલ્લામાં વણાકબોરી ડેમની સપાટી 238 ફૂટથી પાર થતાં વાઈટ સિગ્નલ આપવામાં આવશે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાનમ અને કડાણા ડેમમાંથી 4.28 લાખ ક્યુસેક પાણી છોડાશે. ગળતેશ્વર અને ઠાસરા ગામોને એલર્ટ કરાયા છે અને લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસી જવા અપીલ કરાઈ છે.

મહેસાણામાં ધરોઈ ડેમમાં પાણીની આવક

ધરોઈ ડેમમાં ઓચિંતી રીતે 51,760 ક્યુસેક પાણીની આવક થવા લાગી છે. હાલ 79,540 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે તે માટે તંત્ર એલર્ટ મોડમાં કાર્યરત છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ છે.

અમરેલીમાં વડીયામાં વરસાદી ઠંડક

અમરેલી જિલ્લાના વડીયા શહેર અને આસપાસના ગામોમાં ધીમીધારે વરસાદ વરસતાં વાતાવરણ ઠંડુ થયું છે. વફિયા, મોરવાડા, ખાખરીયા અને બરવાળામાં વરસાદ વરસતાં સ્થાનિકોમાં ખુશી છવાઈ છે. વહેલી સવારથી જ વાદળછાયું માહોલ સર્જાતા ગરમીથી રાહત મળી રહી છે.

કચ્છમાં ભારે વરસાદનો રેડ એલર્ટ

કચ્છ જિલ્લામાં 7 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. વહીવટી તંત્રે લોકોને ડિપ-વે, કોઝવે અને દરિયા કિનારે ન જવા અપીલ કરી છે. નાગરિકોને પાણીમાં ન પડવા તેમજ સુરક્ષિત રહેવા સૂચના આપવામાં આવી છે.

અરવલ્લીમાં શામળાજીમાં વાદળો

અરવલ્લી જિલ્લાના શામળાજી વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે ગિરિમાળાઓ સુંદર દૃશ્ય પેદા કરી રહી છે. ભગવાન શામળિયાની નગરી વાદળોથી ઘેરાતાં મનમોહક નજારો સર્જાયો છે. વાતાવરણ ખુશનુમા બનતાં સ્થાનિકોમાં આનંદ છવાયો છે. પર્યટન સ્થળોએ લોકો ઉમટી પડ્યા છે.

ગાંધીનગરમાં સંત સરોવર હાઇએલર્ટ

સંત સરોવરમાં આઉટફ્લો વધતા સમગ્ર વિસ્તાર હાઇએલર્ટ જાહેર કરાયો છે. જિલ્લા કલેકટર સહિત અધિકારીઓ સરોવરની મુલાકાતે પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. અધિકારીઓને તકેદારી રાખવા તેમજ લોકોની સુરક્ષા માટે સમયસર પગલાં લેવા આદેશ અપાયા છે જેથી કોઈ ગંભીર ઘટના ન બને.

સાબરકાંઠામાં હાઇવે પર અવરજવર બંધ

સાબરકાંઠાના ગાંભોઈ-ભિલોડા સ્ટેટ હાઇવે પર ઓવરબ્રિજ નજીકના ડાયવર્ઝન નીચે પાણી વહેતા વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. હિંમતપુર નજીક બનતા ડાયવર્ઝન પર પાણી ભરાતા તંત્રે સાવચેતીના ભાગરૂપે નિર્ણય લીધો. હાલ લોકો માટે વિકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા કરાઈ રહી છે.

વલસાડમાં મધુબન ડેમના દરવાજા ખોલાયા

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં સતત પાણીની આવક થવાથી 8 દરવાજા ખોલાયા છે. 50 હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાતા નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હજી ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્ર સતર્ક છે.

[fvplayer id=”88″]

માળીયાહાટીણા વિસ્તારમાં વરસાદી ખુશી

જૂનાગઢના માળીયાહાટીણા તેમજ આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ગળોદર, આંબેચા અને વડાલા સહિતના ગામોમાં વરસાદ વરસતા સ્થાનિકોમાં તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને વરસાદથી પાકોને નવજીવન મળતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

આજી ડેમ ઓવરફલોને આરે
આજી ડેમ ઓવરફલોને આરે

રાજકોટમાં આજી ડેમ ઓવરફ્લો થવાને આરે 

રાજકોટ શહેરમાં સીઝનનો કુલ વરસાદ 30 ઇંચ સુધી નોંધાતા આજી ડેમ ઓવરફ્લોની સ્થિતિએ પહોંચી ગયો છે. હાલમાં ડેમની સપાટી 28.60 ફૂટ પર પહોંચી છે, જ્યારે 28.90 ફૂટે ડેમ ઓવરફ્લો થઈ જશે. સાંજ સુધી ઓવરફ્લો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આજી ડેમ ખાતે ડેપ્યુટી મનપા કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ નિરીક્ષણ માટે પહોંચી ગયા છે. સુરક્ષાના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં પૂર્વ સૂચનાઓ આપી દેવામાં આવી છે, જેથી પરિસ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

જસદણ-વિંછીયામાં ધોધમાર વરસાદ

રાજકોટ જિલ્લાના જસદણ અને વિંછીયા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વિંછીયા, દલડી અને કાળાસર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો ખુશખુશાલ ખેતરોમાં ઉતરી રહ્યા છે, જ્યારે નદી-નાળા છલકાતા પુર જોવા લોકો ઉમટી પડ્યા છે.

[fvplayer id=”87″]

ધરોઈ ડેમના દરવાજા ખોલાયા

મહેસાણાના ધરોઈ ડેમમાં 9167 ક્યુસેક પાણીની આવક થતાં 8 દરવાજા 7.55 ફૂટ સુધી ખોલાયા છે. હાલમાં ડેમમાંથી 79,540 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને પાણીનો સંગ્રહ 83.66 ટકા સુધી પહોંચી ગયો છે.

[fvplayer id=”86″]

વલસાડમાં ભારે વરસાદ 

વલસાડના કપરાડામાં ભારે વરસાદથી નદી-નાળાઓ ઉફાન પર, કોલક નદીના પાણી કોઝવે પરથી ફરી વળતા ગામોનો સંપર્ક તૂટ્યો.

અમદાવાદનો વાતાવરણ પલટો 

અમદાવાદ શહેરના વાતાવરણમાં આવ્યો અચાનક  પલટો થયો છે. આકાશમાં વાદળો બન્યા કાળાઘેર, હવામાન વિભાગ(IMD)અનુસાર અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદે કર્યો પગપેસારો. અમદાવાદના મેમનગર, વિજય ચાર રસ્તા ઉપરાંત નવરંગપુરામાં મુશલધાર વરસ્યો વરસાદ.

અમદાવાદમાં અચાનક બદલાયેલા વાતાવરણ સાથે મેમનગર, વિજય ચાર રસ્તા અને નવરંગપુરામાં ધોધમાર વરસાદ વરસતા શહેરમાં ઠંડક છવાઈ.

નર્મદા ડેમમાંથી પાણી છોડવાને કારણે નર્મદા નદી બંને કાંઠે વહી રહી છે. ચાણોદ નજીક મલ્હાર રાવ ઘાટના 95 પગથિયાં પાણીમાં ડૂબી ગયા છે. નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોને સતર્ક રહેવા માટે ચેતવણી આપવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા નિગમે ત્રણેય જિલ્લાના કલેક્ટરોને જાણ કરી છે.

આ સાથે, તાપીના ઉકાઈ ડેમમાં પાણીની ભારે આવકને કારણે, 12 દરવાજા ખોલીને તાપી નદીમાં 1 લાખ 63 હજાર 148 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનું સ્તર 337.90 ફૂટ પર પહોંચી ગયું છે અને હાલમાં 83.41 ટકા ભરાઈ ગયું છે. ઉપરથી જેટલું પાણી આવી રહ્યું છે તેટલું જ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના લોકો પાણીની પૂરતી ઉપલબ્ધતાથી ખુશ છે, જ્યારે નદી કિનારાના રહેવાસીઓને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ, નર્મદા નદીનું પાણીનું સ્તર પણ નોંધપાત્ર રીતે વધી ગયું છે. હાલમાં, નદીએ ભયનું સ્તર વટાવી દીધું છે. ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પાસે નદીનું ચેતવણી સ્તર 22 ​​ફૂટ અને ભયનું સ્તર 24 ફૂટ છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો:ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં ૮ કલાકમાં ૨.૫ ઇંચ વરસાદ, નર્મદામાં રાતે પ્રતિ સેકન્ડે 1.26 કરોડ લીટર પાણી વહેશે

આ પણ વાંચો:આવતી કાલે નર્મદા-તાપીમાં વરસાદનું રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો:પંજાબમાં ભય, દિલ્હીમાં પૂરનો ભય, યુપી, ઉત્તરાખંડ, હિમાચલમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી