Hongkong/ હોંગકોંગમાં વિકરાળ આગ : 35 માળનાં 8 બિલ્ડિંગમાં આગ, 13નાં મોત અને 15 લોકો ઘાયલ

આગ ઓછામાં ઓછી આઠ ઇમારતોમાં ફેલાઈ ગઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે

Top Stories World

Hong kong News : હોંગકોંગના ઉત્તરીય તાઈ પો જિલ્લામાં બુધવારે 35 માળના રહેણાંક કોમ્પ્લેક્સના બિલ્ડીંગોમાં આગ ફાટી નીકળી હતી. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, આ ઘટનામાં 13 લોકોનાં મોત થયા છે, જ્યારે 15 અન્ય ઘાયલ થયા છે.

આગ ઓછામાં ઓછી આઠ ઇમારતોમાં ફેલાઈ ગઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ફક્ત એક જ ઇમારત પર અત્યાર સુધીમાં કાબુ મેળવી શકાયો છે.વાંગ ફુક કોર્ટના આ ટાવરો વાંસના માળખાથી ઢંકાયેલા હતા. હોંગકોંગમાં સમારકામ અને બાંધકાના કામમાં વાંસના માળખાનો મોટાપાયે ઉપયોગ થાય છે. જેને કારણે આગ ફેલાઈ હોવાનું માનવામાં આવે છે…વાંગ ફુક કોર્ટ ન્યૂ ટેરિટરીઝના તાઈ પો વિસ્તારમાં આવેલો એક હાઉસિંગ કોમ્પ્લેક્સ છે, જ્યાં હાલમાં નવીનીકરણ અને સમારકામનું કામ ચાલી રહ્યું છે. આ એસ્ટેટમાં 1,984 ફ્લેટ છે અને અહીં લગભગ 4,000 લોકો રહે છે.

આ ઉપરાંત એલિસ હો મિયુ લિંગ નેધરસોલ હોસ્પિટલમાં એક હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે, જેથી લોકોને મદદ અને માહિતી આપી શકાય.સરકારે જણાવ્યું કે તાઈ પો જિલ્લા કાર્યાલય પરિસ્થિતિ પર કડક નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે વધુ આશ્રયસ્થાનો ખોલવામાં આવશે.મૃતકોમાં એક ફાયરફાઇટર પણ સામેલ હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું. વિભાગે રોઇટર્સને જણાવ્યું કે કેટલા લોકો કોમ્પ્લેક્સની અંદર હજુ પણ ફસાયેલા હોઈ શકે છે તે જાણી શકાયું નથી.

સ્થાનિક પબ્લિક બ્રોડકાસ્ટર RTHK એ પોલીસના હવાલાથી જણાવ્યું કે ટાવરોમાં ઘણા લોકો હજુ પણ ફસાયેલા છે. વાંસના ઉપયોગ પર સરકાર ધીમે ધીમે પ્રતિબંધ મૂકી રહી છે આ બહુમાળી સંકુલ વાંસથી ઢંકાયેલું છે. વાંસનું માળખું સ્ટીલના માળખાનો વિકલ્પ છે, જેનો બાંધકામમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે કારણ કે તે હલકું અને ખૂબ જ મજબૂત છે. તેને ઊંચાઈ પર લઈ જવામાં અને પરિવહન કરવામાં સરળ છે.

લાંબા વાંસના થાંભલાઓને સરળતાથી જોડી શકાય છે, જેનાથી મોટી ઇમારતોની આસપાસ માળખું ઉભા કરવાનું સરળ બને છે. વાંસના માળખાના ઉપયોગ માટે હોંગકોંગ વિશ્વભરમાં પ્રખ્યાત છે. લાંબા વાંસના થાંભલાઓને નાયલોન ફાસ્ટનર્સ સાથે બાંધીને તેને બનાવવામાં આવે છે.

સ્ટીલના માળખા કરતાં તે સસ્તો વિકલ્પ છે. જો કે, એકવાર વાંસમાં આગ લાગી જાય છે, તે ઝડપથી સળગે છે, અને જ્વાળાઓ ઝડપથી ઉપર તરફ ફેલાય છે. આ જ કારણ છે કે સરકારનો વિકાસ બ્યુરો સલામતીની ચિંતાઓને ટાંકીને ધીમે ધીમે વાંસના ઉપયોગ બંધ કરી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રિઠાલા મેટ્રો સ્ટેશન પાસે ભીષણ આગની ચપેટમાં અનેકો ઞૂંપડાઓ થયા ખાખ, આગ હજુ પણ બેકાબુ

આ પણ વાંચો:જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ભીષણ આગ, આઠ દર્દીઓના મોત,PM મોદીએ કરી પોસ્ટ…..

આ પણ વાંચો:રાજકોટના કિસાનપરા ચોકમાં ગાડીમાં લાગી ભીષણ આગ, મોટી દુર્ઘટના ટળી