Gujarat News/ EDની મોટી કાર્યવાહી 15 સ્થળોએ પાડ્યા દરોડા , કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજ પર સૌથી મોટું ફોકસ

ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે આવેલી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ (SIMSRના સંચાલક સ્વામી ભક્તવત્સલદાસની કોલેજમાં EDની ટીમે સૌથી વધુ સમય ગાળ્યો હતો.

Top Stories Gujarat Breaking News
ED ના દરોડા કલોલ સ્વામિનારાયણ કોલેજ મા

Gujarat News: દેશભરની મેડિકલ કોલેજોને ખોટી રીતે મંજૂરી અપાવવાના રૂ. 1300 કરોડથી વધુના કથિત કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે મોટું એક્શન લીધું હતું.ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર,ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત 10 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકસાથે 15થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.આ દરોડાઓમાં મોબાઇલ ફોન, લેપટોપ, સર્વરમાંથી ડેટા, બેંક ટ્રાન્ઝેક્શનના દસ્તાવેજો અને અન્ય મહત્વના પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે.

ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે આવેલી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ SIMSRના સંચાલક સ્વામી ભક્તવત્સલદાસની કોલેજમાં EDની ટીમે સૌથી વધુ સમય ગાળ્યો હતો.માહિતી અનુસાર, અહીંથી મળી આવેલા ડિજિટલ ડેટા અને બેંક ટ્રાન્ઝેક્શનમાં કેટલાક અત્યંત સંવેદનશીલ વ્યવહારો મળી આવ્યા છે, જે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવામાં મદદરૂપ થઈ શકે છે.

દેશભરમાં 40થી વધુ મેડિકલ કોલેજોમાં પાડ્યા ED ના દરોડા 

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ સૌપ્રથમ 30 જૂન 2025ના રોજ CBIએ કર્યો હતો. દિલ્હી CBIએ નેશનલ મેડિકલ કમિશન (NMC)ના અધિકારીઓ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ અને ખાનગી મેડિકલ કોલેજ સંચાલકો સામે FIR નોંધી હતી. ત્રણ દિવસ બાદ 3 જુલાઈએ દેશભરમાં 40થી વધુ મેડિકલ કોલેજોમાં દરોડા પાડીને 36 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. આ કાર્યવાહીમાં 6 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને લાખો રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી.

તેમના પર આરોપ છે કે ફેકલ્ટી, હોસ્પિટલ બેડ, દર્દીઓ અને આધારભૂત સુવિધાઓની ઊણપ હોવા છતાં કરોડો રૂપિયાની લાંચના બદલામાં મેડિકલ કોલેજોને મંજૂરી અપાવવામાં આવતી હતી.આ કૌભાંડના મુખ્ય આરોપીઓ ડો. જે.એલ. મીના NMCના જોઈન્ટ ડિરેક્ટર પાસેથી ₹50 લાખ રોકડ જપ્ત કરવામાં આવી છે. તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના 11 અધિકારીઓ અને અનેક ખાનગી મેડિકલ કોલેજ સંચાલકો જેમાં કલોલના સ્વામી ભક્તવત્સલદાસનું નામ પણ સામેલ છે.

આ કોલેજ પહેલાથી જ વિવાદમાં ફસાયેલી હતી, તેના સંચાલકો એક યા બીજી રીતે સંડોવાયેલા હતા. તે 2022 માં એક ખાનગી યુનિવર્સિટી તરીકે ખુલી હતી. તે પહેલાં, તે નેશનલ યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સ (GTU) સાથે જોડાયેલી હતી. ગયા વર્ષે આ મેડિકલ કોલેજ ખુલી હતી. ED અધિકારીઓએ કલોલ સ્થિત સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ કોલેજમાંથી મેળવેલા ડેટા અને વ્યવહારોની તપાસ કરી છે. દરમિયાન,CBI એ કોલેજના સંચાલકને પણ સમન્સ પાઠવીને તેમનું નિવેદન નોંધ્યું છે. જોકે, ED કે CBI ના કોઈ અધિકારી સત્તાવાર રીતે બોલવા તૈયાર નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં હવાલા કૌભાંડ મામલે આહિર સમાજના અગ્રણીના બંગલે EDનાં દરોડા

આ પણ વાંચો:EDની ગુજરાત સહિત અન્ય બે રાજ્યોમાં PMLA અંતર્ગત કાર્યવાહી

આ પણ વાંચો:ED દ્વારા મેડિકલ લાંચકાંડમાં ગુજરાત સહિત 10 રાજ્યોમાં 15 સ્થળોએ કાર્યવાહી