Ahmedabad News : એર ઈન્ટેલીજન્સ યુનિટ(AIU)મી ટીમે દુબઈથી અમદાવાદ આવી રહેલી એક મહિલા પાસેથી મોડી માત્રામાં દાણચોરીથી લવાયેલા મોબાઈલ ફોન કબજે કર્યા હતા. આ મહિલા પ્રવાસી સ્પાઇસજેટની ફ્લાઇટ SG-9016માં અમદાવાદ એરપોર્ટ પર આવી હતી. અધિકારીઓએ મહિલાના સામાનની તપાસ કરતા તેમાંથી 30 આઈફોન મળી આવ્યા હતા.
જેમાં 20 આઈફોન 17 પ્રો-મેક્સ અને 10 આઈફોન 17 પ્રો છે. કબજે કરાયેલા આ સ્માર્ટફોનની અંદાજિત કુલ કિંમત રૂ. 43 લાખ જેટલી થાય છે.આ મહિલા મુસાફરે કિંમતી મોબાઈલ ફોન છુપાવીને ભારત લાવવાનો પ્રયાસ કર્યો હોવાની શંકા સેવાઈ રહી છે.
પ્રાથમિક તપાસમાં કસ્ટમ્સ અધિકારીઓએ તમામ આઈફોન્સ ચૂંટણી કર્યા અને કસ્ટમ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ જપ્ત કર્યા છે. આ મોબાઈલ ફોન કોના માટે લાવવામાં આવ્યા હતા અને તે ફોન દુબઈથી કોણે મોકલ્યા હતા તેની તપાસ ચાલી રહી છે
