Gandhinagar News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત SLBCની 187મી બેઠક 2 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંગળવારે ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાશે,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકમાં સહભાગી થશે

Gujarat Gandhinagar
ભૂપેન્દ્ર પટેલ

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક મંગળવાર, 2 ડિસેમ્બરે સવારે 10:15 કલાકે સ્વર્ણિમ સંકુલ-1ના નર્મદા હોલમાં ગાંધીનગર ખાતે યોજાશે.

આ બેઠક કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને બેંકો દ્વારા અપાતા ધિરાણ સહાય તથા ફ્લેગશીપ પ્રોગ્રામ્સમાં બેંકોના પરફોર્મન્સની સમીક્ષા તથા સુઝાવો માટે સમયાંતરે યોજવામાં આવતી હોય છે.

ભૂપેન્દ્ર પટેલ હેઠળ

મંગળવારે યોજાનારી એસ.એલ.બી.સી.ની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સોનાલી સેન ગુપ્તા અને વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોના વરિષ્ઠ મેનેજરઓ, અધિકારીઓ સહભાગી થશે.

2025ના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ દેખાવ કરનારા 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માન કરાશે.

આ ઉપરાંત સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી દ્વારા સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરમાં વિવિધ  યોજનાકીય ક્ષેત્રોમાં બેંકોની થયેલી કામગીરીની ઓડિયો વિઝ્યુઅલ પ્રસ્તુતિ અને સર્વગ્રાહી સમીક્ષા પણ હાથ ધરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાજપ સરકારના વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા બેઠક કરી,CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા

આ પણ વાંચો:GCCI ટેક્સટાઇલ લિડરશિપ કોન્કલેવ સાંજે 5 વાગ્યે CM ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહેશે ઉપસ્થિત

આ પણ વાંચો:વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત, પ્રદર્શન મેદાનમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા લોકો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર