Vadodara News : વડોદરામાં ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની કારનો પીછો કરીને ત્રણ યુવકોએ પોતાવો જીવ જોખમમાં મુક્યો હતો.. ધોનીની એક ઝલક મેળવવા માટે ચાહકો કેટલી હદે દીવાના બની શકે છે તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં ત્રણ યુવકોએ ધોનીની કારનો પીછો કરીને જોખમી સ્ટંટ કર્યો હતો.
જેમાં ધોનીની કાર પાછળ આ ત્રણેય યુવકોએ પોતાનું બાઈક પૂરઝડપે હંકાર્યું હતું. બેફામ સ્પીડમાં બાઈક હંકારીને તેમણે જાહેર રસ્તા પરના અન્ય લોકો અને પોતાનો પણ જીવ જોખમમાં મુક્યો હતો. બીજીતરફ અહીં હાજર કોઈ વ્યક્તિએ પોતાના કેમેરામાં જીવ જોખમમાં મુક્યો ની ઘટના કેદ કરી લીધી હતી.
બાદમાં તેણે આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. ટ્રાફિકના નિયમોનો ભંગ તથા ચાહકોની ઘેલછા ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે તેવું વીડિયોમાં જણાય છે.
