Amreli News/ અમરેલી જિલ્લામાં કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી ચકચાર, વિદ્યાર્થીને અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડાયો

એક વિદ્યાર્થીમાં કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા

Gujarat Others
વિદ્યાર્થીના લોહીના નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલી અપાયા

Amreli News : અમરેલી જિલ્લામાં કોંગો ફીવરના કેસને લઈને ફફડાટ ફેલાયો છે. અમરેલીના સાવરકુંડલામાં આવેલા માનવ મંદિર ખાતે કોંગો ફીવર (Crimean-Congo Hemorrhagic Fever-CCHF)નો શકાસ્પદ કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતો થયો છે.

જેમાં અહીં રહેતા એક વિદ્યાર્થીમાં કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. જેને લઈને આરોગ્ય વિભાગ સતર્ક થયું છે અને યોગય પગલા લઈ રહ્યું છે.

વિદ્યાર્થીને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો

બીજીતરફ આ વિદ્યાર્થીને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. તે સિવાય આ વિદ્યાર્થીના લોહીના નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલી અપાયા છે. બ્લ્ડ રિપોર્ટ આવ્યા બાદ આ કેસની સત્તાવાર પુષ્ટિ થશે.

કોંગો ફીવર પશુઓમાં ફેલાય છે. જેને કારણે માનવ મંદિર ખાતે પશુઓની એક ટીમ તપાસ કરી રહી છે. સંસ્થાની ગૌશાળામાં રહેતા પશુઓની આ ટીમ તપાસ કરશે. તપાસમાં ચેપના સ્ત્રોત જાણી શકાશે અને તેનો વધુ ફેલાવો અટકાવી શકાય. કોંગો ફીવરના સંકાસ્પદ કેસને કારણે સ્થાનિકોમાં ફફડાય ફેલાયો છે.

કોંગો ફીવર એક પ્રકારનો વાયરલ હેમરેજિક ફીવર છે, જે પ્રાથમિક રીતે ઈતરડી (Ticks) દ્વારા ફેલાય છે અને પશુઓમાં રહે છે.

1. રોગના લક્ષણો

ચેપ લાગ્યા પછી સામાન્ય રીતે 1-3 દિવસમાં લક્ષણો દેખાવાનું શરુ થાય છે.

– તીવ્ર તાવ

– શરીરના સ્નાયુઓમાં દુખાવો (Myalgia)

– માથાનો દુખાવો અને ગરદનમાં દુખાવો

– ચક્કર આવવા- ઉલટી અને ઝાડા

– આંખો લાલ થવી અને ચહેરા પર લાલાશ (Flushed face)

– ગંભીર કિસ્સાઓમાં, શરીર પર લાલ ચાંઠા પડવા (હેમરેજિક લક્ષણો) અથવા નાક કે પેઢામાંથી લોહી નીકળવું લક્ષણો)

2. રોગનો ફેલાવો

 મુખ્યત્ત્વે  ત્રણ રીતે આ વાયરસ મનુષ્યમાં ફેલાય છે:

ઈતરડીના કરડવાથી: ચેપગ્રસ્ત ઈતરડી (ખાસ કરીને Hyalomma જીનસની) કરડવાથી.

ચેપગ્રસ્ત પશુઓથી: ચેપગ્રસ્ત પશુઓના લોહી, માંસ અથવા અન્ય સ્ત્રાવના સંપર્કમાં આવવાથી. પશુધન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને (જેમ કે પશુપાલકો, કતલખાનાના કામદારો, વેટરનરી ડૉક્ટર) આનો ચેપ લાગવાનું જોખમ વધુ હોય છે.

વ્યક્તિથી વ્યક્તિ: ચેપી વ્યક્તિના લોહી અથવા અન્ય શારીરિક સ્ત્રાવના ગાઢ સંપર્કમાં આવવાથી. હૉસ્પિટલોમાં દૂષિત તબીબી સાધનો (જેમ કે નીડલ) દ્વારા પણ ચેપ ફેલાઈ શકે છે.

3. નિયંત્રણ અને બચાવના પગલાં

પશુઓના સંપર્કમાં આવતી વખતે લાંબી સ્લીવ અને લાંબા ટ્રાઉઝર જેવા રક્ષણાત્મક કપડાં પહેરવા. પશુઓ પર અને તેમના રહેઠાણ પર ઈતરડી નાશક દવાનો છંટકાવ કરીને ઉપદ્રવ દૂર કરવો. ચેપગ્રસ્ત વ્યક્તિના લોહી કે સ્ત્રાવના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું. બીમાર લોકોની કાળજી લેતી વખતે મોજા અને રક્ષણાત્મક વસ્ત્રો પહેરવા, અને નિયમિતપણે સાબુથી હાથ ધોવા. હૉસ્પિટલમાં ચેપ ન ફેલાય તે માટે યોગ્ય સ્ટરીલાઇઝેશન અને આઇસોલેશનના નિયમોનું પાલન કરવું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  જામનગરમાં પાંચ વર્ષે ફરી કોંગો ફીવર સામે આવ્યો: કોંગો ફીવરથી આઘેડનું મોત

આ પણ વાંચો:  ગુજરાતમાં ફરી કોંગો ફીવરે ઊંચક્યું માથું, અમરેલીમાં 1 આધેડનું મોત, આરોગ્ય વિભાગમાં દોડધામ, ઇતરડી કરડવાથી થાય છે કોંગો ફીવર, લીલીયા તાલુકાના 55

આ પણ વાંચો:  સિહોરમાં કોંગો ફીવરથી મહિલાનું મોત, જાણો શું છે તેના લક્ષણ