Ahmedabad News: અમદાવાદથી ઉપડતી ટ્રેનમાં તત્કાલ બુકિંગ માટે નવો નિયમ અમલમાં આવ્યો છે. નવી કાર્યપદ્ધતિ મુજબ આ નવો નિયમ અધિકૃત એજન્ટો, IRCTC વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન, PRS કાઉન્ટરો સહિત તમામ તત્કાલ બુકિંગ પર લાગુ પડશે.

અમદાવાદ થી ઉપડતી ટ્રેનમાં તત્કાલ બુકિંગ માટે IRCTC ના નિયમ બદલાયા
રેલવે મંત્રાલયના આ આ ફેરફારનો હેતુ તત્કાલ બુકિંગ પ્રક્રિયાને પારદર્શક બનાવવાનો અને વાસ્તવિક મુસાફરી કરતા મુસાફરોને તત્કાલ ટિકિટ પ્રાપ્ત કરવામાં વધુ સુવિધા પૂરી પાડવાનો છે. મુસાફરોને વિનંતી છે કે તેઓ બુકિંગ સમયે માન્ય મોબાઇલ નંબર અવશ્ય ઉપલબ્ધ કરાવે, જેથી ઓટીપી વેરિફિકેશન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે. અમદાવાદથી ઊપડતી આ 5 ટ્રેનના તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર

- ટ્રેન નં 12957 સાબરમતી- નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ
- ટ્રેન નં 12297 અમદાવાદ- પુણે દૂરંતો એક્સપ્રેસ
- ટ્રેન નં 12462 સાબરમતી–જોધપુર વંદે ભારત એક્સપ્રેસ
- ટ્રેન નં 12268/12267 હાપા–મુંબઈ સેન્ટ્રલ દૂરંતો એક્સપ્રેસ
- ટ્રેન નં 12009/12010 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ શતાબ્દી

તત્કાલ બુકિંગ સિસ્ટમમાં OTP વેરિફિકેશન ફરજિયાત
રેલવેએ પાઇલટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસની તત્કાલ ટિકિટ બુકિંગ કરવાની પ્રક્રિયામાં 01-ડિસેમ્બર 2025ના રોજ ફેરફાર કર્યો છે અત્યાર સુધી તત્કાલ બુકિંગ સીધું થતું હતું. જોકે, હવે નવી પ્રોસેસ રજુ કરવામાં આવી છે, જે મુજબ જ્યારે પણ કોઈ પેસેન્જર ટિકિટ બુક કરાવવા આવશે. ત્યારે તેના મોબાઇલ નંબર પર એક વન-ટાઇમ પાસવર્ડ (OTP) મોકલવામાં આવશે. પેસેન્જર દ્વારા આ OTP આપવામાં આવ્યા પછી જ ટિકિટનું વેરિફિકેશન થશે અને ત્યારબાદ જ બુકિંગની પ્રક્રિયા શરૂ થશે.
આ પણ વાંચો: 11 જુલાઈથી ફક્ત આધાર પ્રમાણિત વપરાશકર્તા જ IRCTC વેબસાઇટ અને એપ્લિકેશન પર તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે
આ પણ વાંચો: આજથી તત્કાલ ટિકિટ માટે આધાર OTP જરૂરી બનશે, વિન્ડો ખુલતા પહેલા આ કામ પૂર્ણ કરો, દરેક પગલાં જાણો
આ પણ વાંચો: રેલ ટિકિટના કાળાબજારનો પર્દાફાશ, રોજની એક લાખ રૂપિયાની તત્કાલ ટિકિટ થતી હતી બુક
