Ahmedabad News: અમદાવાદમાં ભાજપના વિધાનસભ્ય (MLA) સામે લોકોના ગુસ્સાનો બાટલો ફાટ્યો હતો. ઠક્કરબાપા નગરના ભાજપના વિધાનસભ્ય સામે લોકોએ નારા લગાવ્યા હતા. લોકોનો આ આક્રોશ બતાવે છે કે પ્રજા કેવા-કેવા પ્રકારની માળખાગત સમસ્યાનો સામનો કરી રહી છે.
અમદાવાદ ના MLA પર લોકો ના ગુસ્સાનો બાટલો ફાટ્યો
લોકોએ ભાજપના સ્થાનિક MLA કંચનબેન રાદડિયા (Kanchanben Radadiya) સામે નારા લગાવ્યા હતા. સોશિયલ મીડિયામાં તેમનો વિડીયો વાઇરલ થયો હતો. રોડ, ડ્રેનેજ અને વરસાદી પાણીની લાઇન લાખવાના મુદ્દે લોકોએ હોબાળો કર્યો હતો. લોકોએ ધારાસભ્ય સામે બળાપો કાઢ્યો હતો કે વિધાનસભ્ય સહિતના કોર્પોરેટરો તેમના વિસ્તારમાં દેખાઈ જ રહ્યા નથી. ગટરલાઇન વર્ષો જૂની થઈ ગઈ હોવા છતાં તેને બદલીને નવી ગટરલાઇન નાખવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
તેઓએ વિધાનસભ્ય કંચનબેનને ધમકી આપી હતી કે જો સમસ્યાઓનું નિવારણ નહીં થાય તો લોકો ચૂંટણીમાં તેનો જવાબ આપશે. આમ પ્રજાના કામો થતાં નથી તે જોઈને ધારાસભ્ય પણ આશ્ચર્ય પામ્યા હતા. તેમણે પણ બધાના આક્રોશને ધીરજપૂર્વક સાંભળ્યો હતો અને લોકોની રજૂઆતોને શાંતિથી સાંભળી હતી. તેની સાથે આ વિસ્તારના કામો થશે તેવી હૈયાધારણ આપી હતી.
આ ઉપરાંત તેમણએ જણાવ્યું હતું કે આ ફક્ત હૈયાધારણ નથી આગામી દિવસોમાં તે સતત તેમના વિસ્તારમાં કામ શરૂ કરાય તે સુનિશ્ચિત કરશે અને તે સુનિશ્ચિત થયા પછી તે કામ થાય, સારુ થાય અને સમયસર પૂરુ થાય તે પણ સુનિશ્ચિત કરશે. આ અગાઉ ભાજપના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાનો પણ સ્થાનિકોએ આ જ રીતે ઉધડો લીધો હતો. તેના પહેલા દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમનાએ પણ લોકોના આ જનાક્રોશનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ત્રણેક વર્ષ પહેલાં લોકોએ નિકોલના કોર્પોરેટર બળદેવ પટેલને કારમાંથી ઉતારીને માર માર્યો હતો.
આ પણ વાંચો: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આજે નિર્ણાયક સુનાવણી, મુખ્ય આઈ-વીટનેસની જુબાની પર ટકી સૌની નજર
આ પણ વાંચો: બાવળના કેશરડી ગામમાં વનકવચ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
આ પણ વાંચો: અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ મામલે મનપાનું ઇન્સ્પેકશન પૂર્ણ
