Patan News/ રાધનપુરના કૈલાશ પ્લાઝામાં ભીષણ આગ, અનેક દુકાનો બળીને ખાખ, વેપારીઓને લાખોનું નુકસાન

રાધનપુર હાઇવે ચાર રસ્તા પર આવેલા કૈલાશ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

Top Stories Gujarat Breaking News

Patan News:પાટણના રાધનપુર શહેરમાં આજે સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. રાધનપુર હાઇવે ચાર રસ્તા પર આવેલા કૈલાશ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં (Shopping center) અચાનક આગ (Fire) ફાટી નીકળી હતી. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને શોપિંગ સેન્ટરના એક મોટા ભાગને પોતાની ચપેટમાં લઈ લીધો હતો.આગની લપેટમાં આવેલી દુકાનોમાં રાખેલા ઇલેક્ટ્રોનિક્સનો (Electronics) માલ, કાપડ, મોબાઇલ એસેસરીઝ અને અન્ય કીમતી વસ્તુઓ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ વેપારીઓને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું છે.

શોપિંગ સેન્ટર આગમાં જાનહાનિ ટળી 

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વેપારીઓમાં (Merchants) ભારે શોક અને નિરાશાનો માહોલ છવાયો છે.આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે, જોકે ચોક્કસ કારણ જાણવા માટે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આગની જાણ થતાં જ પાટણ અને આસપાસના વિસ્તારમાંથી ફાયર બ્રિગેડની (Fire brigade) ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરફાઇટર્સે ભારે જહેમત અને કલાકોની અથાગ મહેનત બાદ આ ભીષણ આગને કાબૂમાં લીધી હતી. તેમના સમયસરના પ્રયાસોને કારણે આગને શોપિંગ સેન્ટરના અન્ય ભાગોમાં ફેલાતી અટકાવી શકાઈ હતી, જેનાથી વધુ મોટું નુકસાન ટળ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના નારોલમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી લાગી ભીષણ આગ, બેના મોત, એક ગંભીર રીતે દાઝ્યુ