Chhota Udepur News/ છોટા ઉદેપુરના બોડેલીમાં 75 વર્ષ જૂની કેબીનો તોડાતા રોજગાર છીનવાયો

75 વર્ષથી વધુ જૂની કેબીનો તોડી પાડવામાં આવતા આ પરિવારોનો એકમાત્ર રોજગાર છીનવાઈ ગયો

Gujarat Others
75 વર્ષથી વધુ જૂની કેબીનો તોડી પાડવામાં આવતા આ પરિવારોનો એકમાત્ર રોજગાર છીનવાઈ ગયો

Chhota Udepur News : 1947 આઝાદી દરમિયાન પાકિસ્તાનથી વિસ્થાપિત થઈ ભારત આવેલા સિંધી પરિવારોને બોડેલીના બજારમાં વેપાર માટે તે સમયની સરકાર દ્વારા ફાળવવામાં આવેલી દુકાનો પર હવે બુલડોઝર ફરી વળ્યું છે. 75 વર્ષથી વધુ જૂની કેબીનો તોડી પાડવામાં આવતા આ પરિવારોનો એકમાત્ર રોજગાર છીનવાઈ ગયો છે.

બોડેલીના મુખ્ય બજારમા આવેલી 75 વર્ષથી વધુ જૂની છ જેટલી કેબીનોને બોડેલી નગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી છે. આ કેબીનોમાં છેલ્લા અનેક દાયકાઓથી પાકિસ્તાનથી વિસ્થાપિત સિંધી પરિવારો વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. કેબીનો તોડી પાડવામાં આવતા આ તમામ પરિવારો આજે રોજગાર વિહોણા બની ગયા છે.

ભારત–પાકિસ્તાનના ભાગલા બાદ પાકિસ્તાનમાંથી આવેલા સિંધી પરિવારોને તે સમયની સરકાર દ્વારા બોડેલી ખાતે છ કેબીનો ફાળવવામાં આવી હતી. સાથે જ લેખિત ખાતરી આપવામાં આવી હતી કે ભવિષ્યમાં બોડેલી નગરપાલિકા બનશે અથવા રોડ વિકાસ માટે જો કેબીનો હટાવવાની જરૂર પડશે, તો તેમને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે આ પરિવારોનો આરોપ છે કે નગરપાલિકાએ તેમની વાત સાંભળી નહી અને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ અમારી દુકાનો તોડી પડાઈ છે

ગઈકાલે બોડેલી નગરપાલિકા દ્વારા આ તમામ કેબીનો તોડી પાડવામાં આવી, ત્યારે કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ન હતી. પરિણામે આ પરિવારો સામે ગુજરાનનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે અને તેઓ સંપૂર્ણ રીતે રોજગાર વિહોણા થઈ ગયા છે.

પીડિત પરિવારો હવે સરકાર અને નગરપાલિકા સમક્ષ માંગ કરી રહ્યા છે કે અગાઉ આપેલી ખાતરી મુજબ તેમને તાત્કાલિક બીજી યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે, જેથી તેઓ ફરીથી પોતાનો વેપાર શરૂ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અલીખેરવા કોમ્પ્લેક્સ પર નગરપાલિકાનો બુલડોઝર? દુકાનદારોમાં ફફડાટ

આ પણ વાંચો: બરેલીમાં બુલડોઝર કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટે લગાવી બ્રેક,HCએ આપ્યો જવાનો આદેશ

આ પણ વાંચો: બરેલીમાં બુલડોઝર કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટે લગાવી બ્રેક,HCએ આપ્યો જવાનો આદેશ