અમદાવાદ શહેરમાં ડમ્પર ચાલકોની બેફામ ઝડપ અને લાપરવાહીના કારણે માર્ગ અકસ્માતોનું સિલસિલો થંભવાનું નામ નથી લઈ રહ્યું.તાજેતરમાં જ ખોખરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માત (Accident) સર્જાયો છે, જેમાં 22 વર્ષીય યુવતી ખુશ્બુ ગુપ્તાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
અકસ્માતમાં ખુશ્બુ ગુપ્તાનું ઘટનાસ્થળે જ મોત
ખોખરા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય ખુશ્બુ ગુપ્તા ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. ગત 17 ડિસેમ્બરની મોડી રાત્રે તે પોતાના એક્ટિવા સ્કૂટર પર અનુપમથી મદ્રાસી મંદિર તરફ જઈ રહી હતી. અયોધ્યા સોસાયટી નજીક પહોંચતાં જ પાછળથી પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી.ટક્કરની અસર એટલી ભયાનક હતી કે ખુશ્બુ એક્ટિવા પરથી દૂર પટકાઈ અને તેના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ગંભીર ઈજાના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત (Death) નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા અને ડમ્પર ચાલકને સ્થળ પર જ પકડી રાખ્યો હતો.
આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે (Traffic Police) ઘટનાસ્થળે પહોંચીને ડમ્પર ચાલક વિરુદ્ધ રાશ ડ્રાઇવિંગ અને મોતને કારણે થતી બેદરકારીના આરોપસર ફરિયાદ નોંધી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ડમ્પર ચાલકની અટકાયત કરી છે.નોંધનીય છે કે, આ ઘટના અગાઉ બી ડિવિઝન ટ્રાફિક પોલીસ વિસ્તારમાં વાળીનાથ ચોક નજીક પણ ડમ્પરે એક દંપતીને ટક્કર મારી હતી. તે અકસ્માતમાં મહિલાના માથા પર ડમ્પરનું ટાયર ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, પરંતુ તે ડમ્પર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો અને હજુ સુધી પોલીસના હાથમાં આવ્યો નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં અકસ્માતોની વણઝાર, બે અકસ્માતમાં ત્રણના મોત
આ પણ વાંચો: અમદાવાદમાં વંદે માતરમ જનરક્ષક PCR દ્વારા સર્જાયો અકસ્માત, પાર્ક કરેલી કારને 10 ફૂટ દૂર ફગાવી
આ પણ વાંચો:કરજણ નજીક નેશનલ હાઈવે 48 પર બસને નડ્યો કાળમુખો અકસ્માત, 10થી વધુ મુસાફરોને ઈજા, એકની હાલત ગંભીર
