Interesting/ ઇઝરાયલમાં ખોદકામ દરમ્યાન મળ્યુ 1 હજાર વર્ષ જૂનું મરઘીનું ઇંડુ

તમે એક સવાલ તો સાંભળ્યો જ હશે પણ ક્યારે તેનો જવાબ આપી શક્યા નહી હોય… તે સવાલ છે કે પહેલા ઇંડુ આવ્યુ કે મુર્ગી?

Ajab Gajab News
1 392 ઇઝરાયલમાં ખોદકામ દરમ્યાન મળ્યુ 1 હજાર વર્ષ જૂનું મરઘીનું ઇંડુ

તમે એક સવાલ તો સાંભળ્યો જ હશે પણ ક્યારે તેનો જવાબ આપી શક્યા નહી હોય… તે સવાલ છે કે પહેલા ઇંડુ આવ્યુ કે મુર્ગી? આજ સુધીમાં કોઈ આ સવાલનો જવાબ આપી શક્યા નથી અને ન તો કોઈ આપી શકશે. પરંતુ તાજેતરમાં એક એવા સમાચાર સામે આવ્યા છે જે વિશે જાણીને તમે પણ ચોંકી જશો. આપને જણાવી દઇએ કે, વિશ્વમાં 1000 વર્ષ જૂનું મુર્ગીનું ઇંડું મળી આવ્યું છે. આ ઇંડું 10 મી સદીનું હોવાનુ સામે આવી રહ્યું છે.

1 393 ઇઝરાયલમાં ખોદકામ દરમ્યાન મળ્યુ 1 હજાર વર્ષ જૂનું મરઘીનું ઇંડુ

Interesting / પરિણીત મહિલાએ પ્રેમી સાથે ટ્રેનનાં શૌચાલય સામે કર્યા લગ્ન

આપને જણાવી દઇએ કે, ખોદકામ દરમિયાન, પુરાતત્વ વિભાગનાં લોકોએ મુર્ગીનું 1000 વર્ષ જૂનું ઇંડું શોધી કાઠ્યું છે. આ કામ ઇઝરાઇલી પુરાતત્વીય વિભાગનાં નિષ્ણાંત ડો. લી પેરી ગાલે કર્યું છે. તેમણે કહ્યું છે કે, ઇઝરાઇલ અને સમગ્ર દુનિયામાં આ ખૂબ જ દુર્લભ જોવા મળે છે. ખોદકામ દરમ્યાન ઇંડાનું પડ મળી આવવું હંમેશાથી રસપ્રદ રહ્યું છે. જો કે એક પૂર્ણ ઇંડું મળવું ઘણુ દુર્લભ પણ છે. ઇઝરાઇલમાં અગાઉ, પ્રાચીન ઇંડાનું પડ યરૂશલમનાં સિટી ઓફ ડેવિડમાં ઘણી વખત મળી આવ્યા છે. આ પૂર્ણ ઇંડું 10 મી સદીથી શરૂ થયેલી એક પુરાસ્થળમાંથી મળી આવ્યું છે. પુરાતત્વવિદોએ આ પુરાસ્થળની અંદર ઇસ્લામિક સમયગાળાનું એક મલકુંડ મળી આવ્યું છે. પુરાતત્વવિદોની આશ્ચર્યની સીમા તે સમયે ન રહી જ્યારે તેમણે મલકુંડની અંદર એક અસામાન્ય ચીજને જોઇ. ઇઝરાયલી પુરાતત્વવિદ અલ્લા નાગોર્સ્કીએ કહ્યું કે, આ ઇંડું સંપૂર્ણ રીતે એટલે સચવાયુ કારણ કે તે એક ખાસ સ્થિતિમાં એક હજાર વર્ષ સુધી પડી રહ્યુ. આ ઇંડું માનવ મળમાં પડી રહ્યુ હતુ અને આ કારણે તે બચી ગયું.

1 394 ઇઝરાયલમાં ખોદકામ દરમ્યાન મળ્યુ 1 હજાર વર્ષ જૂનું મરઘીનું ઇંડુ

ટેકનોલોજી / ડીપફેક ટેકનિક આવનારા સમયમાં પોર્ન ઇન્ડસ્ટ્રી માટે સાબિત થશે મહામારી, જાણો તેના વિશે

અલ્લાએ કહ્યું, ‘આજે પણ, ઇંડા સુપરમાર્કેટ કાર્ટૂનમાં ખૂબ લાંબા સમય સુધી ટકી શકતા નથી. તે વિચારવું ખૂબ જ સુખદ છે કે આ ઇંડું એક હજાર વર્ષ જૂનું છે. જો કે આ ઇંડું હવે તૂટી ગયું છે અને તેની અંદરની વસ્તુઓ બહાર આવી ગઈ છે, હજી થોડો ભાગ બાકી છે. ભવિષ્યમાં ઇંડાની વધુ તપાસ કરવામાં આવશે. પેરી ગાલ કહે છે કે મુર્ગીઓનો ઉછેર એ દક્ષિણ પૂર્વ એશિયામાં 6,000 વર્ષ પહેલાં શરૂ થયો હતો, પરંતુ તેને માનવ આહારમાં શામેલ કરવામાં લાંબો સમય લાગ્યો હતો. તેમનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરવામાં આવતો હતો, જેમ કે મુર્ગીઓને એક બીજા સાથે લડાવવું. મુર્ગી એક સુંદર પક્ષી માનવામાં આવતું હતું અને તેને રાજાઓને ભેટ સ્વરૂપે આપવામાં આવતુ હતુ.

kalmukho str 8 ઇઝરાયલમાં ખોદકામ દરમ્યાન મળ્યુ 1 હજાર વર્ષ જૂનું મરઘીનું ઇંડુ