વડોદરા/ હવે ડેન્ગ્યુનો કહેર, 19 વર્ષીય જુડો ચેમ્પિયન યુવતીનું થયું મોત

વડોદરામાં ડેન્ગ્યુના કારણે 19 વર્ષીય એક નેશનલ જુડો ચેમ્પિયન યુવતીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ યુવતીનું નામ સાક્ષી રાવલ છે…

Gujarat Vadodara
મોત

સમગ્ર ગુજરાત રાજ્યમાં પહેલેથી જ કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે અને આ ઘાતક વાયરસના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે વડોદરામાં ડેન્ગ્યુનો કહેર વધી રહ્યો છે. આ સ્થિતિમાં વડોદરામાં ડેન્ગ્યુના કારણે 19 વર્ષીય એક નેશનલ જુડો ચેમ્પિયન યુવતીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, આ યુવતીનું નામ સાક્ષી રાવલ છે અને આ મામલે પરિવારનો આક્ષેપ છે કે, તબીબની બેદરકારીને કારણે તેમના સંતાનનું મોત થયું છે.

આ પણ વાંચો :સુરતમાં 2 શાળામાં 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, મચ્યો ખળભળાટ

સાક્ષીના અકાળે અવસાનને કારણે હાલ તેમના પરિવારમાં શોકનો મહોલ છવાઈ ગયો છે. તબીબે ડેન્ગ્યુના બદલે ટાઈફોઇડના રોગની સારવાર કરતાં સાક્ષીનું મોત નિપજ્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો.

જો કે સાક્ષી રાવલના મોત અંગે જણાવ્યું હતું કે, સાક્ષી રાવલ એન.સી.સી. કેમ્પ પૂરો કરીને ઘરે આવી હતી. ઘરે આવ્યા બાદ તેણે તાવ આવવાનું શરૂ થયું હતું. આથી તેઓએ તેમના ફેમિલી ડોક્ટર સાથે દવા લીધી હતી. તબિયત વધુ બગડતા ફેમિલી ડોક્ટરે બોટલ ચઢાવ્યો હતો. બોટલ ચઢાવ્યા બાદ રિએક્સન આવ્યું હતું. તબિયત વધુ લથડતા તેણે સંગમ હોસ્પિટલમાં રવિવારે સાંજે લઇ ગયા હતા. જ્યાં તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ સાક્ષીની તબિયત વધુ ખરાબ છે. સયાજી હોસ્પિટલમાં લઇ જવા માટે જણાવતા અમે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં એક કલાકની રઝળપાટ બાદ દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો :સૌ પ્રથમવાર લંડન ખાતે મોકલાયો કમલમ (ડ્રેગન) ફ્રૂટનો જથ્થો

મળતી માહિતી મુજબ, 19 વર્ષીય નેશનલ જુડો ચેમ્પિયન સાક્ષી વડોદરાના આજવા રોડ પર આવેલા સયાજી ટાઉનશિપમાં રહેતી હતી અને સાક્ષી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એફ.વાય. બીકોમમાં અભ્યાસ કરતી હતી. અને અભ્યાસની સાથે નોકરી પણ કરતી હતી.

બીજી બાજુ આ ઘટનાથી યુવતીના ઘરમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ ઉપરાંત સાક્ષી રાવલનું ડેંગ્યુ તાવમાં મોત નીપજતાં રમત-ગમત ક્ષેત્રે ભવિષ્ય બનાવી રહેલા ખેલાડીઓમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

આ પણ વાંચો :ગંગાજળ જોઈએ છે ? એ પણ શુદ્ધ તો હવે હરિદ્વાર જવાની જરૂર નથી …

આ પણ વાંચો :મહિલા સુરક્ષા અભિયાન હેઠળ કોંગ્રેસે પ્રધાનમંત્રીને લખ્યા પત્રો