Not Set/ 22 વર્ષની યુવતીએ 61 વર્ષના વૃધ્ધને ફસાવ્યો, હોટલમા લઈ જઈને રૂ.13 લાખની ખંડણી માંગી

અમદાવાદના બાપુનગરમા વૃધ્ધને હની ટ્રેપમાં ફસાવીને રૂ 13 લાખની ખડંણીના નેટવર્કનો પ્રર્દાફાશ થયો છે.

Ahmedabad Gujarat
WhatsApp Image 2021 03 30 at 9.05.39 PM 22 વર્ષની યુવતીએ 61 વર્ષના વૃધ્ધને ફસાવ્યો, હોટલમા લઈ જઈને રૂ.13 લાખની ખંડણી માંગી

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

કોઈ યુવતીનો મીસ કોલ આવે તો હવે ચેતી જજો, કારણ કે એ તમને હની ટ્રેપમા ફસાવવા માટે પાથરેલી જાળ હોઇ શકે છે. અમદાવાદના બાપુનગરમા વૃધ્ધને હની ટ્રેપમાં ફસાવીને રૂ 13 લાખની ખડંણીના નેટવર્કનો પ્રર્દાફાશ થયો છે. જેમાં પોલીસે CCTV ના આધારે ફરિયાદી મહિલા સહિત પાંચ આરોપીઓની સામે ગુનો દાખલ કર્યો છે અને તપાસ દરમિયાન પોલીસે મહિલા સહિત 3 વ્યકિતની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

WhatsApp Image 2021 03 30 at 9.10.14 PM 22 વર્ષની યુવતીએ 61 વર્ષના વૃધ્ધને ફસાવ્યો, હોટલમા લઈ જઈને રૂ.13 લાખની ખંડણી માંગી

અમદાવાદમા વૃધ્ધને હનીટ્રેપમા ફસાવીને હનીટ્રેપની ગેંગે રૂ13 લાખની ખંડણી માગી હતી પરંતુ વૃધ્ધે ખડંણી નહિ આપતા દુષ્કર્મની ફરિયાદ નોંધાવી, પરંતુ પોલીસની તપાસમા CCTV ફુટેજ તથા અન્ય પુરાવા મળતા આ ગેંગનો પર્દાફાશ થયો અને પોલીસે યુવતી સહિત 3ની ધરપકડ કરી હતી. મૂળ અમરેલીના અને હાલ બાપુનગરમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધને એક યુવતીએ મીસ કોલ કર્યો હતો. વૃદ્ધે સામે ફોન કર્યો તો યુવતીએ નોકરીને લઈને વાત કરી. યુવતીની મીઠી વાતોમા ફસાઈ ગયેલા વૃદ્ધ યુવતીને નોકરી અપાવવા મળ્યા. બે મુલાકાત બાદ યુવતીએ વૃદ્ધને બર્થડે હોવાનું કહીને હોટલમાં લઈ ગઈ અને બન્ને કપડાં કાઢીને નગ્ન થઈ ગયાં, પણ થોડીવારમાં મહિલા બૂમો પાડતાં વૃદ્ધ ડરી ગયા અને મહિલાની ગેંગ ત્યાં આવી વૃદ્ધ પાસે 13 લાખ રૂપિયાની ખડણી માગી હતી. પંરતુ વૃધ્ધ પાસે પૈસાની સગવડ નહિ થતા મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દુષ્કર્મની ફરિયાદની તપાસ કરી રહી હતી ત્યારે હની ટ્રેપની ગેંગનો પર્દાફાશ થયો હતો.

WhatsApp Image 2021 03 30 at 9.10.15 PM 22 વર્ષની યુવતીએ 61 વર્ષના વૃધ્ધને ફસાવ્યો, હોટલમા લઈ જઈને રૂ.13 લાખની ખંડણી માંગી

વિકાસ ગોહીલ અને રાજેશ વાઢેરે યુવતી સાથે મળીને હનીટ્રેપ ગોઠવ્યુ હોવાનું તપાસમા ખલ્યુ હતુ. રાજેશ વાઢેરે વૃધ્ધને ટાર્ગેટ કરવા તેનો નંબર મેળવ્યો અને વિકાસને આપ્યો. જે નંબરથી યુવતીએ વૃધ્ધનો સંપર્ક કરીને પ્રેમજાળમા ફસાવ્યો. આ કાવતરામાં વિકાસની પત્ની અલ્પા અને તેની પ્રેમીકા આરતીની સંડોવણી ખુલી છે. આ બન્ને મહિલાઓ ફરાર થઈ ગઈ છે. મહત્વનુ છે કે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે તપાસ કરતા હોટલની નજીક તમામ આરોપીઓની હાજરી સીસીટીવીમા ખુલી હતી. એટલુ જ નહિ દુષ્કર્મનો આક્ષેપ કરનાર યુવતી બિહારની છે. જયારે બધા આરોપીઓ અમદાવાદના છે. આ યુવતીને હનીટ્રેપ માટે બોલાવી હોવાનું તપાસમાં ખુલતા પોલીસે યુવતી સહિત 3ની ધરપકડ કરી હતી.

હવે પોલીસે હની ટ્રેપ અને દુષ્કર્મ બન્ને કેસમા તપાસ શરૂ કરી છે. જેમાં CCTV અને અન્ય પુરાવા મેળવવા માટે પોલીસે વૃધ્ધ અને યુવતીનું મેડીકલ તપાસ કરાવ્યું છે. જો કે દુષ્કર્મના આક્ષેપોના પુરાવા મળશે તો વૃધ્ધની પણ ધરપકડ કરવામા આવશે. જયારે હની ટ્રેપ કૌભાંડમાં બે મહિલાઓ ફરાર હોવાથી તેઓની શોધખોળ શરૂ કરી છે.