અમદાવાદ/ કોર્પોરેટર વાસંતીબેનએ મેંટનેસ ટેક્સ ન ભર્યો હોવાનો આરોપ, અંદાજિત 2 લાખ 45 હજારનો ટેક્સ બાકી

મેંટનેસ ન ભરતા સોસાયટીના ચરમેન સેક્રેટરીએ કોર્પોરેટરના ઘરનું પાણીનું કનેકશન કાપ્યું, સોસાયટીની કમિટિએ કોર્પોરેટર વાસંતી બહેનને બાકી રહેલા ટેક્સના પૈસા ભરવા લીગલ નોટિસ પણ પાઠવી

Top Stories Ahmedabad Gujarat
gbv 3 7 કોર્પોરેટર વાસંતીબેનએ મેંટનેસ ટેક્સ ન ભર્યો હોવાનો આરોપ, અંદાજિત 2 લાખ 45 હજારનો ટેક્સ બાકી
  • અમદાવાદ કોર્પોરેશનના કોર્પોરેટર વિવાદમાં
  • બોડકદેવ વોર્ડના કોર્પોરેટર વાસંતીબેન પટેલને લઇ મોટો વિવાદ
  • કોર્પોરેટર વાસંતી બેન પટેલ પર તેની જ સોસાયટીના સભ્યોનો આરોપ
  • વાસંતી બહેને 2012 થી મેંટનેસ ટેક્સ ન ભર્યો હોવાનો આરોપ
  • અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલો છે વાસંતી બહેનનો ફ્લેટ
  • જો કે વાસંતી બહેન ફ્લેટ ખાલી કરી બીજે રહેવા જતા રહ્યા છે
  • પણ 2012 થી સોસાયટીનું બાકી લેણું ન ભરતા વિવા

અમદાવાદ મનપાના કોર્પોરેટર ઉપર સોસાયટીના સભ્યો દ્વારા મેન્ટેનન્સ ટેક્સ નહિ ભરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારના કોર્પોરેટર વાસંતીબેન દ્વારા બોડકદેવ વિસ્તારમાં આવેલા તેમના આમ્રપાલી ફ્લેટમાં વર્ષ 2012થી રૂ.2 લાખથી વધુની મેન્ટેનન્સની રકમ બાકી છે. આ અંગે તેમના ફ્લેટ ઉપર મેઇન્ટેનન્સના પૈસા ભરવા લીગલ નોટિસ પણ પાઠવી છે.

વાસંતીબેન દ્વારા મેન્ટેનન્સ ન ભરતા સોસાયટીના ચેરમેન સેક્રેટરીએ નોટિસ આપી હતી અને મહિલા કોર્પોરેટરના ઘરનું પાણીનું કનેકશન પણ કાપ્યું છે. હાલમાં આ ફ્લેટમાં વાસંતીબેન રહેતા નથી. તેઓ અન્ય જગ્યાએ રહે છે જયારે આ ફ્લેટ તેમણે ભાડે આપેલો છે.

આ મામલે કોર્પોરેટર વાસંતીબેનએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલો 2012થી ચાલે છે. મેઇન્ટેનન્સનો વિવાદ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે. મેં કોર્ટમાં કેસ રીઓપન કરાવ્યો છે. કોર્ટ મને જેટલી રકમ ભરવા માટે કહેશે તેનો ચેક હું કોર્ટમાં જમા કરાવીશ. ફ્લેટ તરફથી વધુ મેઇન્ટેનન્સ લેવું છે જેના કારણે આ આક્ષેપ કરવામાં આવ્યા છે.

gbv 3 5 કોર્પોરેટર વાસંતીબેનએ મેંટનેસ ટેક્સ ન ભર્યો હોવાનો આરોપ, અંદાજિત 2 લાખ 45 હજારનો ટેક્સ બાકી

Weather / દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પડી શકે છે વરસાદ, 3 ફેબ્રુઆરીથી વધશે ઠંડી, જાણો હવામાનની સ્થિતિ

પંજાબ ચૂંટણી 2022 / કોંગ્રેસને કોઈ હરાવી શકે નહીં, માત્ર કોંગ્રેસ જ પોતાને હરાવી શકે છે’ : નવજોત સિંહ સિદ્ધુ