Not Set/ કોંગ્રેસને કોઈ હરાવી શકે નહીં, માત્ર કોંગ્રેસ જ પોતાને હરાવી શકે છે’ : નવજોત સિંહ સિદ્ધુ

પંજાબ વિધાનસભા ચૂંટણી તાજા સમાચાર: જ્યારે રાજ્ય એકમમાં જૂથવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સિદ્ધુએ કહ્યું કે કોંગ્રેસને કોઈ હરાવી શકે નહીં. કોંગ્રેસ પોતે જ પોતાની જાતને હરાવી શકે છે.

Top Stories India
પંજાબમાં ચૂંટણી પંજાબ વિધાનસભા ચૂંટણી તાજા સમાચાર: જ્યારે

પંજાબ ચૂંટણી  : પંજાબમાં ચૂંટણી નજીક આવતાં જ આરોપોનો દોર વધુ તીવ્ર બન્યો છે. બિક્રમ મજીઠિયા અને નવજોત સિંહ સિદ્ધુની રેટરિક નવી નથી. અમૃતસરમાં ફરી એકવાર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ બિકર મજીઠિયા પર આરોપ લગાવતા કહ્યું કે તે (બિક્રમ સિંહ મજીઠિયા) ‘પરચા માફિયા’ છે. તેણે અનેક લોકો સામે કેસ દાખલ કર્યા છે. મેં કોઈની સામે એક પણ કેસ કર્યો નથી.

સિદ્ધુએ આ દરમિયાન એવો પણ દાવો કર્યો હતો કે પંજાબમાં કોંગ્રેસની સરકાર આવવાની છે. તેમણે દાવો કર્યો કે બધા જાણે છે કે કોંગ્રેસ મજબૂત અને સુરક્ષિત સરકાર આપશે. અમે નવું પંજાબ બનાવીશું. જ્યારે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ સિદ્ધુને રાજ્ય એકમમાં જૂથવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કોંગ્રેસને કોઈ હરાવી શકે નહીં. માત્ર કોંગ્રેસ જ પોતાને હરાવી શકે છે.

 

રાજકીય ગરમાવો કેમ વધ્યો

પંજાબ ચૂંટણી : શિયાળાની મોસમમાં જે રાજકીય ગરમાવો છે તે પંજાબની અમૃતસર પૂર્વ સીટ જેવી અન્ય કોઈ સીટ પર નથી. મામલો માત્ર ચૂંટણીનો નથી પણ અંગત દુશ્મનીનો પણ છે. સિદ્ધુની તાજેતરની ફરિયાદ એ છે કે અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ પણ તેમની સીટ ઉપરાંત અમૃતસર પૂર્વમાં મજીઠાની સીટ પર ઉમેદવારી નોંધાવી છે. 2012માં નવી સીટની રચના થઈ ત્યારથી આ સીટ પર સિદ્ધુ પરિવારનો કબજો છે. વર્ષ 2017માં નવજોત સિંહ સિદ્ધુ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા અને 2012માં નવજોત કૌર એટલે કે સિદ્ધુની પત્ની ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતી હતી. હવે આ બેઠક પર મજીઠીયા સ્પર્ધા આપી રહ્યા છે.

રાજસ્થાન /  ભાજપના પૂર્વ નેતા ભંવર સિંહ પર મહિલા ASI પર બળાત્કારનો આરોપ

કોંગ્રેસનો PM મોદીને ટોણો / ઇઝરાયેલને પૂછો ને શું તેમની પાસે પેગાસસ સ્પાયવેરનું કોઈ એડવાન્સ વર્ઝન છે?

Weather / દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પડી શકે છે વરસાદ, 3 ફેબ્રુઆરીથી વધશે ઠંડી, જાણો હવામાનની સ્થિતિ

National / ‘જો તે હિન્દુત્વવાદી હોત તો ગાંધીને નહીં, જિન્નાને ગોળી મારત’, જાણો સંજય રાઉતે કેમ આપ્યું આ નિવેદન