Gujarat surat/ સુરતના માનદરવાજા પાસે 37 વર્ષીય યુવકનું કરંટ લાગતા મોત

સુરતના માનદરવાજા પદ્માનગર ગલીમાં 37 વર્ષીય યુવકને કરંટ લાગતા બેભાન પડી ગયો હતો, જેથી તેને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પીટલ ખાતે ખાસેડવામાં આવ્યું હતું જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 24T175455.925 સુરતના માનદરવાજા પાસે 37 વર્ષીય યુવકનું કરંટ લાગતા મોત

Surat News: સુરતના માનદરવાજા પદ્માનગર ગલીમાં 37 વર્ષીય યુવકને કરંટ લાગતા બેભાન પડી ગયો હતો, જેથી તેને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પીટલ ખાતે ખાસેડવામાં આવ્યું હતું જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

સુરતમાં સુરતના માનદરવાજા પદ્માનગર ગલી નંબર 16માં 37 વર્ષીય ઝાકીર રશીદ શેખને વીજ કરંટ લાગવાને લઈ મોત નિપજ્યુ હતુ. યુવક પોતાના ઘરના દાદર પર રાખેલી લોખંડની જાડી ઉચકવા જતા ત્યાં લાગેલા ટોરેન્ટ પાવરનો વાયર અડી જતા કરંટ લાગ્યો હતો, વીજ કરંટ લાગવાને લઈ તે બેભાન થઈ ગયો હતો.

સ્થાનિકો દ્વારા 108ની ટીમને ઘટના અંગે જાણ થતા સ્થળ પર પહોંચી બેભાન જણાતા યુવકને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યું છે કે ટોરેન્ટ પાવર ની બેદરકારીના કારણે સમગ્ર ઘટના બની છે, અને હાલ પરિવાર દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં આજે પણ રેડ એલર્ટ, 20 જીલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો: ગુજરાત યુનિ.માં આ વખતે પ્રવેશ વખતે થશે ધાંધિયા, વિદ્યાર્થીઓ હેરાનગતિની તૈયારી રાખે

આ પણ વાંચો: ફાર્મસીમાં રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 20 જુન સુધી લંબાવાઈ