Banaskantha/ પાલનપુરમાં કારમાં પુરાઈ જતાં 5 વર્ષના બાળકનું થયું મોત

બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા ગણેશપુરામાં પાંચ વર્ષનું બાળક રમતા રમતા અજાણતાં……..

Top Stories Gujarat Breaking News
Image 2024 05 30T103551.022 પાલનપુરમાં કારમાં પુરાઈ જતાં 5 વર્ષના બાળકનું થયું મોત

Banaskantha News: પાલનપુરના ગણેશપુરામાં કાર લૉક થઈ જતાં ગૂંગળામણને કારણ્ 5 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. એકનું એક સંતાન મૃત્યુ પામતા પરિવારમાં શોક ફેલાયો છે.

બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા ગણેશપુરામાં પાંચ વર્ષનું બાળક રમતા રમતા અજાણતાં ગાડીમાં બેસી ગયો હતો. અને કાર લોક થઈ ગઈ હતી. બે કલાકથી વધુ સમય સુધી શ્વાસ રૂંધાઈ જતાં બાળક દરવાજો ખોલી શક્યો નહતો. પરિણામે ગૂંગળામણના કારણે એકના એક દીકરાનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

ગણેશપુરામાં ભાડાના મકાનમાં રહેતા અને મૂળ હડાદ પોશીનાના વતની મહિલા પતિ સાથેથી છૂટાછેડા લઈને પિતા સાથે રહેતા હતા. બુધવારની બપોરે તેમનો પાંચ વર્ષનો દીકરો નિક્ષિક બહાર રમતો હતો. ત્યારે દૂધ મંડળીની સામે બે વર્ષથી પડેલ ગાડીમાં જઈને બેસી ગયો હતો અને કાર લોક થઈ ગઈ હતી.

5 વર્ષના બાળકની નજીકમાં શોધખોળ કરતા કોઈની નજર ગાડી પર જઈ પડી અને બધાએ ગાડીમાં જઈને જોયું તો બાળક અંદર પડ્યો હતો. બાદમાં બાળકને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. કારનાં માલિક સુરેશભાઈ પટેલને પૂછવામાં આવ્યું કે, “મારી કાર ઘરની બહાર છેલ્લા બે વર્ષથી બંધ છે. કારમાં બાળક કેવી રીતે બેસી ગયો અને લૉક થઈ ગયો તેની મને ખબર નથી.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભરૂચમાં કામદારો માટેની ESIC હોસ્પિટલ બંધ કરવામાં આવી, શું છે મામલો?

આ પણ વાંચો: રાજ્યમાં આગામી 3 દિવસ વંટોળની શક્યતા, ગરમીથી થશે રાહત!

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈ તપાસ તેજ, DGP અધિકારીઓની પૂછપરછ કરશે

આ પણ વાંચો: વલસાડમાં નદીમાં ડૂબવાથી 1નું મોત, 6નો આબાદ બચાવ