ગુજરાતમાં રોડ અકસ્માતનાં કારણે વર્ષે હજારો લોકો મોતને ભેટે છે કે અપંગતાનો શિકાર બને છે, તે વાત નવી નથી આમ તો કહી શકાય કે રાજ્યમાં વર્ષનો કોઇ દિવસ ખાલી નહીં જતો હોય જે દિવસે અકસ્માત ન થયો હોય. રોજ બરોજ અકસ્માતમાં આટલાએ જીવ ખોયા તે સામે આવે જ આવે છે.
વિડંબના એ પણ કહી શકાય કે આ અકસ્માત અને તેના દ્વારા કેટલા લોકોનાં મોત થઇ રહ્યા છે તે જાણમાં હોવા છતા અકસ્માત અટકવાનું નામ નથી લેતા અરે ઉલટાનું અકસ્માતનું પ્રમાણ દિવસે અને દિવસે વધતુ જતુ હોય તેવું પ્રતિત થાય છે. ફક્ત પ્રતિતિ થાય છે તેવુ કહેવુ પણ આહી ગેરવ્યાજબી લાગશે કારણ કે ગુજરાતમાં થતા અકસ્માત અને અકસ્માતમાં જાત જીવનો આંકડો સ્પષ્ટ પણે અકસ્માત વધી રહ્યા હોવાનું કહી જાય છે. રાજ્યમાં એક દ દિવસમાં અનેક રોડ રક્તરંજીત થયાની વિગતો સામે આવે છે અને આવી જ રીતે વલસાડમાં પણ અકસ્માતે બે લોકોનાં જીવ લીધા છે અને અનેક ને ઇજાગ્રસ્ત કર્યા છે.
Railway: સૌરાષ્ટ્રથી સીધા જ જઇ શકાશે શેરોવાલીનાં શરણોમાં, રેલ્વેએ શરુ…
વલસાડમાં નવેરા નજીક અકસ્માતની ઘટના બની છે. શ્રમિકોને ભરીને આવતા એક ટેમ્પાને અકસ્માત નડ્યો હોવાની વિગતો સામે આવી છે. ટેમ્પોમાં 30 થી વધુ લોકો સવાર હતા તે પણ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. ઓવર લોડ માલ ભરવામાં આવે તે સમજી શકાય પણ જ્યારે ઓવરલોડ લોકો ભરવામાં આવે ત્યારે આવો ઘાટ ઘટે છે તે સ્વાભાવીક લાગી રહ્યું છે. સામે આવેલા અકસ્માતમાં ઓવરલોડ મુસાફરો હોવાનાં કારણે ટેમ્પોનો ફાલકો ખુલી જતા ટેમ્પોમાં બેસેલ શ્રમિકો નીચે પટકાયા હતા અને આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. સાથે સાથે અન્ય 3 થી 4 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા. જો કે, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હોવાનું જાણવામાં આવે છે.
ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા અકસ્માત સ્થળે પ્રાથમીક રેસ્ક્યુ કરી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની તજવીજ સાથે પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતની ઘટનામાં વઘુ તપાસ હાથ ધરી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…