pocso/ કર્ણાટકમાં 9માં ધોરણની વિદ્યાર્થીનીએ આપ્યો બાળકને જન્મ

પોલીસે આ બનાવ સંદર્ભે પોક્સો હેઠલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મિડીયાના અહેવાલ અનુસાર આ વિદ્યાર્થીની ચિકબલ્લાપુરમાં આવેલા સામાજીક કલ્યાણ વિભાગની એક હોસ્ટેલમાં રહેતી હતી.

Top Stories India
વિદ્યાર્થીની

@નિકુંજ પટેલ

કર્ણાટકના ચિકબલ્લાપુર ખાતે આ શરમજનક ઘટના બની હતી. જેમાં ધો.9 માં અભ્યાસ કરતી 13 વર્ષની વિદ્યાર્થીનીએ બાળકને જન્મ આપતા ચકચાર મચી છે. આ બનાવને પગલે સ્કૂલના સત્તાવાળાઓએ તપાસ શરૂ કરી છે. તાત્કાલિક હોસ્ટેલના વોર્ડનને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીની સામાજીક કલ્યાણ વિભાગની હોસ્પિટલમાં રહેતી હતી.

પોલીસે આ બનાવ સંદર્ભે પોક્સો હેઠલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મિડીયાના અહેવાલ અનુસાર આ વિદ્યાર્થીની ચિકબલ્લાપુરમાં આવેલા સામાજીક કલ્યાણ વિભાગની એક હોસ્ટેલમાં રહેતી હતી. હોસ્ટેલમાં તેની હાજરી બરાબર ન હતી. અવારનવાર તે પોતાના સંબંધીના ઘરે જતી હોવાનો દાવો કરતી હતી. સુત્રોના જણાવ્યા મુજબ આ વિદ્યાર્થીની ધો.10 ના એક વિદ્યાર્થના સંપર્કમાં હતી.

વિદ્યાર્થીનીએ એક વર્ષ પહેલા ધો.8માં હતી ત્યારે આ હોસ્ટેલમાં એડમિશન લીધું હતું. ગયા વર્ષે ઓગસ્ટમાં પણ તેની મેડિકલ તપાસ થઈ હતી. જોકે તે સમયે તે ગર્ભવતી હોવાનો ખુલાસો થયો ન હતો. બીજીતરફ કહેવાય છે કે તેની સાથે સંપર્કમાં રહેતો ધો.10 નો વિદ્યાર્થી અભ્યાસ બાદ બેંગ્લોર જતો રહ્યો હતો. તેણે ટ્રાન્સફર સર્ટિફિકેટ પણ મેળવી લીધું હતું.

મિડીયાના એહેવાલ મુજબ સામાજીક કલ્યાણ વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર કૃષ્ણપ્પા એસ એ જણાવ્યું હતું કે વિદ્યાર્થીની ઘણા સમયથી હોસ્ટેલ આવતી ન હતી. તે બાગપલ્લી શહેરના કાશપુરાની રહેવાસી છે. વિદ્યાર્થીની પેટમાં દુખાવાની ફરિયાદ લઈને હોસ્પિટલ પહોંચી હતી. તે સમયે તેને ગર્ભવતી હોવાની જાણ થઈ હતી. આ અંગે તપાસ ચાલી રહી છે અને જલ્દીથી રિપોર્ટ સરકારને સોંપીશુ, એમ કૃષ્ણપ્પાએ વધુમાં જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:AKASH-NG MISSILE TEST/ભારતે બતાવી તેની કુશળતા, નીચા ઉડતા એરિયલ ટાર્ગેટને AKASH-NG એ તોડી પાડ્યું અને તેની….. 

આ પણ વાંચો:Youth Power-PM Modi/યુવાનો તીર્થસ્થળો પર સ્વચ્છતા અભિયાન ચલાવેઃ પીએમ મોદી

આ પણ વાંચો:ram mandir ayodhya/કોણ છે 4 શંકરાચાર્ય, કેમ રામ મંદિરથી દૂર રહેવાની છે ચર્ચા, જાણો સમગ્ર મામલો