Not Set/ રૂ 1040 ની પોટાશ ની બેગ હવે રૂ 1780 માં પડશે ,રૂ 740 પર બેગે ખેડૂતો ને વધુ ચૂકવવા પડશે..

ઇન્ડિયન ફોટા લિમિટેડ કંપનીએ નવા વસ્તી ખેડૂતો ઉપર રાસાયણિક ખાતર માં વધારો કરી વધુ એક બોજો ખેડૂતો ઉપર નાખ્યો છે.

Gujarat
Untitled 10 રૂ 1040 ની પોટાશ ની બેગ હવે રૂ 1780 માં પડશે ,રૂ 740 પર બેગે ખેડૂતો ને વધુ ચૂકવવા પડશે..

રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓ છેલ્લા એક વર્ષથી રોજેરોજ ભાવ વધારા કરી ખેડૂતોને પાયમાલ કરવાનો ધંધો શરૂ કર્યો છે ત્યારે ફરી એક વખત ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપનીએ પરિપત્ર જાહેર કરી ૧ જાન્યુઆરીથી પોટાસ ના ભાવ માં અસહ્ય વધારો કરી ખેડૂતો પર બોજો જિકી દીધો છે જોકે રૂપિયા 1040 પર બેગના ભાવ તા જે વધારીને ખેડૂતોને રૂપિયા 1780ની પ્રિન્ટ સાથેની નવી બેગ 1 જાન્યુઆરી ની વેચાણ માટે આવી ગયેલ છે જે ખેડૂતોને એક બેગે રૂપિયા 740 નો વધારો ચૂકવવા પડશે આમ પોટાશ કંપનીએ નવા વર્ષમાં ખેડૂતોને રૂ 740 તો વધારો કરીને ખેડૂતોને બોજા માં નાખી દીધો છે તદુપરાંત સોલ્યુબલ ખાતર માં પણ વિવિધ કંપનીઓએ આ અસહ્ય ભાવ વધારો કરી અને ખેડૂતોને બોજા માં નાખી દીધેલ છે જોકે આ ખાતર બટાટા અને અન્ય રવિ પાકો સહિત ટેટી અને તરબૂચ માં ખાસ ઉપયોગમાં આવતું હોય છે જોકે હાલમાં આ ભાવ વધારાને લઇને ખેડૂતોને ખેતી કરવી ફરી એકવાર મુશ્કેલ બની છે.

સતત ભાવ વધારાના કારણે ખેડૂતોને પોતાની ખેતી દિન-પ્રતિદિન મોંઘી પડી રહી છે ત્યારે ઉપજ થતા પાક ના ભાવ દિન-પ્રતિદિન ઘટતા ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોની હાલત કફોડી બની રહી છે.

પોટાશ માં એક વર્ષ પહેલાં રૂ 940 હતા જે છ માસ પહેલા રૂ 1040 થયા રૂ 100 નો વધારો થયો હતો ત્યારે હવે એક જાન્યુઆરી 2022 થી રૂ 1040 ની જગ્યાએ રૂ 1780 કરી દેખતા ખેડૂતો ને રૂ 740 વધારો ચૂકવવો પડ્યો આમ એક વર્ષ માં રૂ 940 ની બેગ ની કિંમત રૂ 1780 થતા ખેડૂતો પર એક વર્ષ માં ખાલી પોટાશ માં રૂ 840 નો વધારો ચૂકવવો પડ્યો.

વોટર સોલ્યુબર ખાતર માં પણ છેલ્લા એક વર્ષ માં ડબલ ભાવ કરી દઈ ખેડૂતો ને ખેતી કરવા લાયક રાખ્યા નથી.સોલ્યુબર ખાતર માં 19.19.19 જે ખાતર 25 કિલો ના 2275 હતા જે વધી ને 2580 થયા,0.52.34 ખાતર માં 25 કિલો ના 3850 હતા જે વધી ને રૂ 5005 કરી દેવાયા આમ દરેક ખાતર ની બેગ પર કંપનીઓ એ ભાવ વધારો કરી ખેડૂતો પાસે લૂંટ શરૂ કરી છે.

જિલ્લા માં સહકારી સંઘ ના એક ભાજપ ના આગેવાને નામ ન આપવાની સરતે જણાવ્યું હતું કે પહેલા ખાતર બનાવતી કંપની વર્ષ માં એકાદ વાર ભાવ વધારો કરતી એ પણ સામાન્ય ભાવ વધારો ત્યારે હવે વર્ષ માં પાંચ, પાંચ વખત મનફાવે તેમ ભાવ વધારો કરી દે તે ખરેખર યોગ્ય નથી, કંપનીઓને સરકાર નો હવે કોઈ ડર નથી રહ્યું જેના કારણે આ ભાવ વધારો થાય છે.