security/ ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં મોટી ચૂક,એક વ્યક્તિની કરવામાં આવી ધરપકડ

મુંબઈના મલબાર હિલ સ્થિત ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના ઘરે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત દરમિયાન તે શંકાસ્પદ રીતે ફરતો જોવા મળ્યો છે

Top Stories India
7 11 ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં મોટી ચૂક,એક વ્યક્તિની કરવામાં આવી ધરપકડ

ગૃહમંત્રી અમિત શાહ મુંબઇના પ્રવાસે છે ,આ દરમિયાન તેમની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર  અમિત શાહની આસપાસ એક વ્યક્તિ લાંબા સમય સુધી આજુબાજુ ફરતો જોવા મળ્યો હતો. આ વ્યક્તિ આંધ્ર પ્રદેશના એક સાંસદનો પીએ હોવાનું તપાસમાં સામે આવ્યું છે

મુંબઈ પોલીસે મંગળવારે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ આંધ્ર પ્રદેશના એક સાંસદનો પીએ છે. મુંબઈના મલબાર હિલ સ્થિત ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના ઘરે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત દરમિયાન તે શંકાસ્પદ રીતે ફરતો જોવા મળ્યો છે.  જ્યારે હેમંત પવાર ગૃહમંત્રી અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસના સુરક્ષા વર્તુળની ખૂબ નજીક ફરતા જોવા મળ્યાે હતો  હેમંત પવારની ઉંમર 32 વર્ષ છે. તેમના હાથમાં ગૃહ મંત્રાલયનું બેન્ડ પણ હતું. જો કે, તેને તે પહેરવાની અધિકૃતતા નહોતી.

જ્યારે ગૃહ મંત્રાલયના અધિકારીએ પોલીસને જાણ કરી તો તેની શોધખોળ શરૂ કરવામાં આવી. જો કે, જ્યારે તે ધુલેમાં તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને 3 કલાકમાં શોધી કાઢ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે હેમંત પવાર આંધ્રપ્રદેશના સાંસદના પીએ તરીકે કામ કરે છે. તેમની પાસે સંસદ પાસ પણ છે. પરંતુ તેણે હાથમાં જે ગૃહ મંત્રાલયનો બેન્ડ પહેર્યો હતો તે તેના માટે અધિકૃત ન હતો અને તેનો ઉપયોગ કરવા બદલ તેને સજા થઈ શકે છે.પોલીસને શંકા છે કે હેમંત કોઈને બતાવવા માંગતો હતો કે તે વરિષ્ઠ નેતાઓની કેટલી નજીક છે અને તે ગૃહ મંત્રાલયમાં કામ કરે છે.