આઠમું નોરતું લોહિયાળ/ જૂનાગઢમાં સામાન્ય બોલાચાલીમાં યુવકને બીજેપી કોપોરેટરના પુત્રે ઉતાર્યો મોતને ઘાટ

બીલખા રોડ પર (ધરા નગર) આંબેડકર વિસ્તારમાં બોલા ચાલી બાદ મોડી રાત્રે યુવાન પર જીવલેણ હુમલો, ભાજપના વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર જીવાભાઇ સોલંકીના પુત્ર હરેશ સોલંકીએ કર્યું મર્ડર

Top Stories Gujarat Others
Untitled 12 7 જૂનાગઢમાં સામાન્ય બોલાચાલીમાં યુવકને બીજેપી કોપોરેટરના પુત્રે ઉતાર્યો મોતને ઘાટ

બીલખા રોડ પર અનુસૂચિત જાતિ સમાજની વધુ વસ્તી ધરાવતો આંબેડકર નગર વિસ્તાર કોઈને કોઈ કારણોસર હંમેશા ચર્ચામાં રહ્યો છે ત્યારે ફરી એકવાર આઠમું નોરતું લોહિયાળ બન્યું છે. આંબેડકર વિસ્તારના ધરાનગરમાં જયેશ પાતર ઉર્ફે ચોલીનું મોડી રાતના હાલના ભાજપના કોર્પોરેટર જીવા સોલંકીના પુત્ર હરેશ સોલંકીએ મર્ડર કર્યાનું ખુલતા જૂનાગઢમાં ચકચાર મચી ગઈ છે.  મર્ડરની જાણ થતા ધરાનગર વિસ્તારના કોલેજ રોડ પર લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા.

મૃતક જયેશ પાતર ને છરીના ઘા મારતા પોતાનો જીવ બચાવવા ભાગ્યો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

જુનાગઢ આંબેડકરનગર કોમર્સ કોલેજની સામે રહેતો મૃતક જયેશ પાતર ઉં.29 જે મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જે મોડી રાતના 12:00 વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે વોર્ડ નંબર 15 ના ભાજપ કોર્પોરેટર જીવા સોલંકીના દીકરા હરેશ સોલંકી જયેશ પાતરને તીક્ષ્ણ હથિયારોના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો હતો

સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો અગાઉનું મન-દુ:ખ રાખી આ મર્ડર થયા હોવાનું હાલ તો ચર્ચાય રહ્યું છે. મૃતક જયેશ પાતરના માતા મંજુલાબેને ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે પોતાના દીકરા જયેશને આરોપી હરેશ સોલંકી સાથે બોલા ચાલી થઇ હતી. મૃતકની માતા મંજુલાબેન દીકરા જયેશના ઘરે જતા હતા ત્યારે સામેથી પેટ પર હાથ રાખી લોહી લુહાણ હાલતમાં પોતાનો દીકરો સામે મળ્યો હતો.તેણે માતાને કહ્યું હતું કે 108 બોલાવો મને જીવા સોલંકીના દીકરાએ છરીઓ મારી છે. દીકરાની હાલત જોઈ મંજુલાબેન બૂમાબૂમ કરતા લોકોના ટોળા એકત્રિત થયા હતા. ત્યારે જ મૃતકના નાના ભાઈ અનિલ, જયેશની પત્ની, ભેગા થઈ જતા જયેશને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વધુ સારવાર મળે તે પહેલા જ ડોક્ટર દ્વારા જયેશને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ વાતની જાણ આંબેડકર નગર વિસ્તારમાં થતા સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળા એકત્રિત થયા હતા.

સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતકના ઘરની આસપાસના વિસ્તારના તેમજ રોડ પરના સીસીટીવી ફૂટેજ મેળવી આ મોર્ડરમાં એક કે તેથી વધુ આરોપી સંડોવાયેલા છે કે તે બાબતે વધુ તપાસ હાથ ધરી આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ઉના/ કોંગ્રેસવાળા એવું કહેતા હતા કે વિકાસ ગાંડો થયો છે, પરતુ મને એવું લાગે છે કોંગ્રેસ ગાંડી થઈ છે: સી આર પાટીલ