વિસ્ફોટ/ અફઘાનિસ્તાનની મસ્જિદમાં વિસ્ફોટ થતાં 50 લોકોનાં મોત

અફઘાનિસ્તાનના કુન્દુઝ પ્રાંતમાં શિયા સમુદાયની મસ્જિદમાં શક્તિશાળી વિસ્ફોટ થયો છે, જેમાં અનેક લોકો માર્યા ગયા છે. વિસ્ફોટ ત્યારે થયો જ્યારે લોકો શુક્રવારની બપોરે નમાજ પઢવા આવ્યા હતા

Top Stories
મસ્જિદ અફઘાનિસ્તાનની મસ્જિદમાં વિસ્ફોટ થતાં 50 લોકોનાં મોત

અફઘાનિસ્તાનના કુન્દુઝ પ્રાંતમાં શિયા સમુદાયની મસ્જિદમાં શક્તિશાળી વિસ્ફોટ થયો છે, જેમાં અનેક લોકો માર્યા ગયા છે. વિસ્ફોટ ત્યારે થયો જ્યારે લોકો શુક્રવારની બપોરે નમાજ પઢવા ગયા હતા.આ વિસ્ફોટમાં 50 લોકોના મોત નિપજ્યા છે ,હજુપણ મોતનો આંકડો વધી શકે છે.

અફઘાનિસ્તાનના ઉત્તરીય પ્રાંત કુંદુઝમાં સૈયદ અબાદ મસ્જિદમાં બપોરે નમાજ દરમિયાન એક મોટો વિસ્ફોટ થયો. રશિયન મીડિયા અહેવાલો અનુસાર, વિસ્ફોટમાં ડઝનેક લોકો માર્યા ગયા હતા. સોશિયલ મીડિયા પર જે તસવીરો સામે આવી છે તેમાં મસ્જિદમાં દરેક જગ્યાએ મૃતદેહો પડેલા જોવા મળ્યા હતા. ન્યૂઝ એજન્સી એએફપીએ હોસ્પિટલના સૂત્રોને ટાંકીને કહ્યું કે ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા છે.

સ્થાનિક પ્રશાસને પણ વિસ્ફોટની પુષ્ટિ કરી છે, પરંતુ કોઈ જાનહાનીની માહિતી આપવામાં આવી નથી. અત્યાર સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. તાલિબાને સત્તા સંભાળી ત્યારથી ઇસ્લામિક સ્ટેટે અફઘાનિસ્તાનમાં હુમલાઓ તેજ કર્યા છે. બે સંસ્થાઓ વચ્ચે સંઘર્ષ વધવાની ધારણા છે. ગયા રવિવારે કાબુલમાં એક મસ્જિદની બહાર વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા હતા અને 32 ઘાયલ થયા હતા.