બેંગ એન્ડ ઓલફેન્સે પોતાના લેટેસ્ટ wifi સ્પીકર Beosound Emergeને લોન્ચ કર્યું છે. આ સ્પીકરની આકર્ષક વાત એ છે કે, તે એકદમ પુસ્તક જેવું જ દેખાય છે. એટલે જો આ સ્પીકર પુસ્તકની વચ્ચે પડ્યું હોય તો તેને શોધવું મુશ્કેલ બની જાય.
કંપનીનો દાવો છે કે આ કોમ્પેક્ટ સ્પીકરને બુક કેબિનેટ આપવામાં આવ્યું છે. અને તેમાં ફુલ રેન્જ અલ્ટ્રા વાઈડ્ડ સાઉન્ડ મળશે. કંપનીએ બે કલરમાં આ સ્પીકર લોન્ચ કર્યું છે. અને તેમાં બિલ્ટ ઈન Chromecast ઉપરાંત AirPlay 2 અને Spotify જેવી સ્ટ્રીમિંગ સર્વિસિસનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
જેમાં સ્ટીરિયો સાઉન્ડ માટે તેને બીજા Beosound Emerge સાઉન્ડ પણ જોડી શકાય છે. જેની કિંમત અંદાજિત 59700 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્પીકરને ગૂગલ આસિસ્ટન્ટ સાથે અથવા ગૂગલ આસિસ્ટન્ટ વગર ખરીદી શકાય છે. હાલમાં તે યુરોપિયન બજારમાં ઉપલબ્ધ છે અને ઓક્ટોબરથી વિશ્વભરમાં ઉપલબ્ધ થશે. ભારતીયોએ આ સ્પીકરને ખરીદવા માટે થોડી રાહ જોવી પડશે.