Not Set/ અદાણી ગ્રુપનું મોટું આયોજન, વિશ્વની સૌથી શક્તિશાળી સુપર એપ ભારતમાં બનશે

અદાણીની સુપર એપનો હેતુ તમામ પ્રકારની સેવાઓને એક જ એપમાં જોડવાનો છે. ઉદાહરણ તરીકે, રેલવે ટિકિટ બુકિંગથી લઈને કેબ બુકિંગ અને પેમેન્ટથી ઓનલાઈન શોપિંગ સુધી, સેવાઓ એક જ એપમાં ઉપલબ્ધ થશે.

Tech & Auto
અદાણી ગ્રુપની સુપર એપ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા ગ્રુપ બાદ અદાણી ગ્રુપ હવે ભારતમાં કોમ્યુનિકેશન માર્કેટમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપ ભારતીય બજારમાં વિશ્વની સૌથી મોટી એપ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેને સુપર એપ કહેવામાં આવશે. અદાણી ગ્રુપની ડિજિટલ લેબ દ્વારા સુપર એપ લોન્ચ કરવામાં આવશે. અદાણી ગ્રુપની સુપર એપ Jio, Tata, Paytm અને ITC જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરશે.

હકીકતમાં, તાજેતરમાં, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ડિજિટલ લેબ્સની ટીમ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં 80 જેટલા યુવાન કર્મચારીઓ સામેલ થયા હતા. બેઠકમાં ટીમને સંબોધતા અદાણીએ કહ્યું, “આપણે ડિજિટલ વિશ્વની ફેરારી બનાવવાની છે. આપણે ભારતમાં દરેક વ્યક્તિની સુવિધા અનુસાર સુપર એપ ડિઝાઇન કરવી પડશે.

સુપર એપમાં શું હશે?

અદાણીની સુપર એપનો હેતુ તમામ પ્રકારની સેવાઓને એક જ એપમાં જોડવાનો છે. ઉદાહરણ તરીકે, રેલવે ટિકિટ બુકિંગથી લઈને કેબ બુકિંગ અને પેમેન્ટથી ઓનલાઈન શોપિંગ સુધી, સેવાઓ એક જ એપમાં ઉપલબ્ધ થશે. સરળ શબ્દોમાં કહીએ તો, તમારી બધી આવશ્યક જરૂરિયાતો એક જ એપ્લિકેશનથી પૂરી થશે.

ITC ની સુપર એપ પણ લોન્ચ કરવામાં આવશે

FMCG ની સૌથી મોટી કંપનીઓમાંની એક ITC એટલે કે દેશની ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ પણ તેની સુપર એપ રજૂ કરવા જઈ રહી છે, જેને ITC MAARS નામ આપવામાં આવશે. આ એપનો હેતુ ખેડૂતોની આવક વધારવાનો રહેશે. વૈશ્વિક સ્તરે પણ ITC ની એપ લોન્ચ કરવાની યોજના છે

સંશોધન / કેન્સરથી મૃત્યુનું જોખમ ઘટશે, આ બે વ્યાયામ છે ખૂબ જ અસરકારક : વૈજ્ઞાનિક   

વિશ્લેષણ / કોંગ્રેસમાં કડકી કાપ (ખર્ચમાં) અને કરકસરનો ત્રિવેણી સંગમવ

ગેમિંગ ઉદ્યોગમાં વૃદ્ધિ / એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સે સૌથી વધુ મોબાઇલ ગેમ્સ રમી, ભારતમાં PUBG ગેમ ટોપ ઉપર

સિક્યુરીટી / ફેસબુક મેસેન્જર માટે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન અપડેટ થયું જાહેર

Technology / સ્માર્ટફોનની બેટરી  જલ્દી સમાપ્ત થઈ જાય છે, આ ત્રણ સરળ ટિપ્સ બેટરી લાઇફ વધારશે