Surat News: ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ ગુજરાતમાં રસ્તાઓ, બ્રિજને લઈ અનેક દુર્ઘટનાઓ ઘટી રહી છે. ક્યાંક જાનહાનિના પણ સમાચાર પ્રાપ્ત થયા છે. સુરત શહેર હવે ગુનાઓ, ભ્રષ્ટાચારમાં આગળ છે તેવી ઓળખ થઈ રહી છે. 145 કરોડના ખર્ચે 2018માં જ બનેલો કેબલ બ્રિજ ત્રણ દિવસના વરસાદમાં ધોવાઈ ગયો છે. બ્રિજની શરૂઆતમાં જ મોટા ખાડા પડ્યા છે, જેને કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવી ટેક્નોલોજી સાથે બનેલા બ્રિજની છ વર્ષમાં જ દયનીય હાલત થઈ ગઈ છે.

મહત્વનું છે કે કેબલબ્રિજ પર ખાડા ન પડે તે માટે નવી ટેક્નોલોજીથી આ બ્રિજનું નિર્માણ થયું છે. કેટલું વજન લઈ શકે છે તે માટે ત્રણ વાર ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટરો અને એન્જીનિયરની કામગીરી મુખ્ય હોય ત્યારે બ્રિજમાં વાપરવામાં આવતા મટીરિયલ્સને લઇ પણ પ્રશ્નો ઊભા થયા છે. સુરતમાં ધોધમાર વરસાદ પડતા અનેક રસ્તાઓ અને બ્રિજની સ્થિતિ ખાડે ગઈ છે.
કોન્ટ્રાક્ટરની દર વર્ષે આ બ્રિજની મરામત અને રિપેરિંગ કામની જવાબદારી હોય છે. સુરતમાં લાખોની સંખ્યામાં લોકો રહે છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા શહેરમાં જર્ઝરિત બ્રિજનો ઉપયોગ કરી લોકો જીવના જોખમે નોકરી-ધંધા પર જાય હોય છે. માહિતી મુજબ 20 દિવસથી આવી પરિસ્થિતિ સર્જાઈ છે. બ્રિજ પર ખાડા પડતા સુરત મનપાનાં કર્મચારીઓ ત્યાં કપચી નાખીને જવાબદારી પૂર્ણ કરી રહ્યા છે.
આ પણ વાંચો:બોગસ સ્પોન્સરશીપ સર્ટિફિકેટના આધારે પ્રવેશ મેળવનારા 9 ઓફિસરો ટર્મિનેટ
આ પણ વાંચો:વડોદરામાં ભારે વરસાદ, વહીવટી તંત્ર ‘પાણી’માં
આ પણ વાંચો:વડોદરામાં ગેસ સપ્લાય કરતી ગાડીમાં ગેસ લીકેજની ઘટના, રસ્તો કરાયો બંધ
