Navsari News/ નવસારીના ઓંજલ માછીવાડ ગામના તત્કાલીન મહિલા સરપંચ , ઉપ સરપંચ અને તલાટી સામે સત્તાના દુરૂપયોગનો ગુનો દાખલ

ગટર લાઈનના કામમાં ઓછી લંબાઈની પાઈપો વાપરીને લાખોની ઉચાપત કરી

Top Stories Gujarat

Navsari News : નવસારીના ઓજલ માછીવાડ ગામના તત્કાલીન સરપંચ , ઉપ સરપંચ અને તલાટીએ તેમની સત્તાનો દુરૂપયોગ કરીને ગ્રામ પંચાયતમાં 13 માં નાણાં પંચના ગટર યોજના કામ માટે મંજુર થયેલી પાઈપો કરતા ઓછા વ્યાસની અને ઓછી લંબાઈની પાઈપો વાપરી હતી. ઉપરાંત પ્લાન એસ્ટીમેટને બદલે સીમેન્ટ પાઈપો ઓછી લંબાઈ અને ઓછા વ્યાસની વાપરીને પોતાવની સત્તાનો દુરૂપયોગ કર્યો હતો.

આમ કરીને તેમણે સરકારના રૂ.8,51,946 ની ઉચાપત કરી હતી.જેને પગલે એન્ટી કરપ્શન બ્યુરોમાં ઓંજલ માછીવાડ ગામના તત્કાલીન મહિલા સંરપંચ નીતાબેન આર.ટંડેલ, તત્કાલીન ઉપ સરપંચ રાજેશ યુ.ટંડેલ અને તત્કાલીન તલાટી બીપીન એસ.ગળથરીયા વિરૂધ્ધ હુનો નોંધ્યો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં સ્કૂલ બસના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી

આ પણ વાંચો: રાજ્યમાં લિફ્ટમાં ખામી સર્જાતા બન્યા બે અકસ્માતો, સુરતમાં લિફ્ટ પડતા 4 લોકો ફસાયા અને જામનગરના 1 સગીરનું થયું મોત

આ પણ વાંચો: સુરતના માંડવી પાસે અકસ્માતમાં એકનું મોત