Not Set/ CM મમતા પર CBI એ મુક્યો ગંભીર આરોપ, કેસ અન્ય રાજ્યમાં ટ્રાંસફર કરવાની કરી માંગ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, કાયદા પ્રધાન મોલેય ઘટક અને ટીએમસી નેતા કલ્યાણ બેનર્જીને નારદા સ્ટિંગ કેસમાં પક્ષકાર બનાવ્યા છે.

Top Stories India
તાઉતે વાવાઝોડું 51 CM મમતા પર CBI એ મુક્યો ગંભીર આરોપ, કેસ અન્ય રાજ્યમાં ટ્રાંસફર કરવાની કરી માંગ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, કાયદા પ્રધાન મોલેય ઘટક અને ટીએમસી નેતા કલ્યાણ બેનર્જીને નારદા સ્ટિંગ કેસમાં પક્ષકાર બનાવ્યા છે. બુધવારે સુનાવણી દરમિયાન સીબીઆઈ વતી હાઈકોર્ટે કહ્યું છે કે સોમવારે ચારેય આરોપીઓની ધરપકડ બાદ મમતા બેનર્જીની હાજરીમાં અરાજકતા માહોલ સર્જાયો હતો.

સાવધાન! / લો બોલો!! હવે સિંગાપુરમાં મળ્યો નવો વેરિઅન્ટ, મોટી સંખ્યામાં બાળકો થઇ રહ્યા છે સંક્રમિત

સીબીઆઈ વતી, હાઈકોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચારેય આરોપીઓ, જેઓ હવે જેલમાં છે, તેમને પોલીસ કસ્ટડીમાં આપવામાં આવે. એજન્સી વતી કહેવામાં આવ્યું હતું કે સોમવારે મમતા બેનર્જીની હાજરીમાં જે પ્રકારની અરાજકતા સર્જાઈ હતી તેના કારણે તેમણે પોલીસ કસ્ટડીની માંગ કરી ન હોતી. સીબીઆઈએ પણ આ કેસને રાજ્યની બહાર સ્થાનાંતરિત કરવાની માંગ કરી છે. નારદા સ્ટિંગ કેસમાં સીબીઆઈએ પશ્ચિમ બંગાળનાં બે મંત્રીઓ ફિરહાદ હાકીમ અને સુબ્રત મુખર્જી, ધારાસભ્ય મદન મિત્રા અને પૂર્વ મેયર સોવન ચેટર્જીની ધરપકડ કરી છે. કાર્યકારી ચીફ જસ્ટિસ રાજેશ બિંદલની અધ્યક્ષતામાં કોલકતા હાઇકોર્ટનાં બે ન્યાયાધીશોની ખંડપીઠ આ નેતાઓની જામીન પર સુનાવણી કરી રહી છે. આ કેસને બીજા રાજ્યમાં ટ્રાંસફર કરવા સીબીઆઈ દ્વારા એક અરજી આપવામાં આવી છે. તેના પર પણ કોર્ટમાં સુનાવણી રાખવામાં આવી છે. 17 મેનાં રોજ સીબીઆઈએ નારદા કૌભાંડ કેસમાં પશ્ચિમ બંગાળ સરકારનાં બે પ્રધાનો સહિત ચાર નેતાઓની ધરપકડ કરી હતી. આ નેતાઓની ધરપકડ બાદ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતાની આ સીબીઆઈ ઓફિસ પહોંચ્યા હતા. મમતા બેનર્જીએ સીબીઆઈ અધિકારીઓને કહ્યું હતું કે તેમની પણ ધરપકડ થવી જોઈએ. મમતા બેનર્જી સવારે સાડા દસ વાગ્યે સીબીઇ ઓફિસ પહોંચ્યા, જ્યાથી તેઓ સાંજે સાડા પાંચ વાગ્યે પરત ફર્યા હતા. ટીએમસી કાર્યકરોએ આ સમયગાળા દરમિયાન કોલકાતામાં ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ ટાંકીને સીબીઆઈએ આ કેસ બીજા રાજ્યમાં સ્થાનાંતરિત કરવાની માંગ કરી છે.

રાજકારણ / ધ્યાન ભટકાઓ, જુઠ ફેલાવો અને ઘોંઘાટ કરી તથ્ય છુપાવોઃ રાહુલ ગાંધી

આપને જણાવી દઇએ કે,પશ્ચિમ બંગાળમાં 2016 ની વિધાનસભાની ચૂંટણી પહેલા નારદા સ્ટિંગ ટેપ સામે આવી હતી. અહેવાલ છે કે આ સ્ટિંગ 2014 માં કરવામાં આવેલ હતુ. સ્ટિંગમાં કથિત ટીએમસી નેતાઓ લાંચ લેતા બતાવાયા હતા. આ સ્ટિંગમાં ફરહાદ હાકીમ, સુબ્રત મુખર્જી, મદન મિત્રા, સુવેન્દુ અધિકારી, મુકુલ રોય, સોવન ચેટર્જી હતા. આ સ્ટિંગ ઓપરેશન નારદા ન્યૂઝ પોર્ટલ દ્વારા કરાયું હતું. કોલકતા હાઇકોર્ટે આ કેસમાં 2017 માં સ્ટિંગ સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. જે બાદ સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે ધરપકડ કરવામાં આવેલા નેતાઓમાં ફરહાદ હાકીમ અને સુબ્રત મુખર્જી હાલમાં રાજ્ય સરકારમાં મંત્રી અને મદન મિત્રા ટીએમસીનાં ધારાસભ્ય છે. આ કેસમાં આરોપી ઘણા નેતાઓ હવે ભાજપમાં છે.

 sago str 16 CM મમતા પર CBI એ મુક્યો ગંભીર આરોપ, કેસ અન્ય રાજ્યમાં ટ્રાંસફર કરવાની કરી માંગ