Gujarat Weather/ વહેલી સવારથી દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં આવ્યો પલટો

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે…….

Top Stories Gujarat Others Breaking News
Image 2024 06 08T081104.880 વહેલી સવારથી દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં આવ્યો પલટો

Valsad News: આજે વહેલી સવારથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. વીજળી પડતાં કેટલાંક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. વાદળછાયું વાતાવરણ છવાતાં ગરમીથી છુટકારો મળ્યો છે. બીજી બાજુ સુરતમાં રાત્રિ દરમિયાન મેઘો આવ્યો હતો.

સુરતમાં રાત્રિ દરમિયાન વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. મોડી રાત્રે સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો.

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે. વાપી, ઉમરગામ અને સંઘ પ્રદેશ સેલવાસ દમણમાં ગાજ વીજ સાથે ભારે વરસાદ જોવા મળ્યો છે. વરસાદ પડતાંની સાથે જ કેટલાક વિસ્તારોમાં વીજળી ડુલ થઈ ગઈ છે. સાથે હાલાકી પણ વેઠવી પડી છે. કેટલાક વિસ્તારમાં રસ્તામાં પાણી ભરાયા છે, વલસાડ જિલ્લાના અન્ય તાલુકામાં પણ વરસાદ પડવાની શક્યતા વર્તાઈ રહી છે. લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણાના 2 મર્ડર કેસના નાસતા ફરતા આરોપીની ધરપકડ

આ પણ વાંચો: જુનાગઢ NSUI યુવા નેતાના અપહરણ-હત્યાના પ્રયાસના ગુનામાં ગણેશ ગોંડલની ધરપકડ

આ પણ વાંચો: ગુજરાત ભાજપના સાંસદોને આજ સાંજ સુધીમાં દિલ્હી પંહોચવા હાઈકમાન્ડનો આદેશ, તમામ સાંસદો 9 જૂન સુધી રોકાશે