અમદાવાદ/ CTM બ્રીજ પરથી બાળકનો ઝંપલાવવાનો પ્રયાસ, આ રીતે બચ્યો જીવ

અમદાવાદમાં CTM બ્રીજ પરથી 12 વર્ષનાં બાળકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. સદનસીબે આસપાસનાં લોકોએ તેને બચાવી લીધો છે.

Ahmedabad Top Stories Gujarat
CTM બ્રીજ

અમદાવાદમાં આવેલ CTM બ્રીજ જાણે સુસાઈડ પોઈન્ટ બની ગયો હોય તેવું જણાય રહ્યું છે. થોડા દિવસ પહેલા જ આ જ બ્રીજ પરથી એક મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો હજુ તો લોકો આ ઘટનાને ભૂલ્યા પણ નથી કે ફરી આ બ્રીજ પરથી એક બાળકે ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારે બાળક બ્રીજ પરથી ઝંપલાવે તે પહેલા સ્થાનિકો અને પોલીસે બાળકને બચાવી લી ધો હતો. બાળક ધોરણ 7માં અભ્યાસ કરતો હતો.તેમજ બાળકની પૂછપરછમાં જાણવા મળ્યુ હતું કે ઘરકંકાસથી કંટાળી બાળકે બ્રીજ પરથી ઝંપલાવવાનો નિર્ણય લીધો હતો.

આપને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા પણ એક યુવતીએ આ જ બ્રીજ પરથી પડતુ મુક્યુ હતુ.  CTM બ્રીજ  પરથી બપોરના સુમારે અચાનક એક યુવતિએ આત્મહત્યા કરવાની કોશિષ કરતા ચકચાર મચી જવા પામી હતી. યુવતિએ બ્રીજના ઉપરના ભાગેથી કૂદકો મારતા માથાના ભાગે અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવતી નીચે પટકાતાની સાથે તેને તુરંત 108 મારફત સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. ત્યારે યુવતીના માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને ખૂબ જ લોહી વહી રહ્યું હતું. જ્યારે એના બંને પગે ખૂબ ગંભીર ઇજા થતાં તેને સ્ટ્રેચરમાં મૂકવામાં આવી હતી. જોકે, તેની સ્થિતિ નાજુક લાગતા તેની તાત્કાલિક સારવાર કરી એલજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો:સુરતમાં માતા સાથે રસ્તો ઓળંગી રહેલ બાળકને સ્કૂલ બસે લીધો અડફેટે, થયું મોત

આ પણ વાંચો:સ્થાનિકોના ભારે વિરોધના લીધે AMCનું ડિમોલિશન મોકૂફ

આ પણ વાંચો:જો તમે iPhone વાપરો છો તો થઈ જાઓ સાવધાન

આ પણ વાંચો:અમદાવાદ-થરાદ એક્સપ્રેસવેઃ દિયોદરમાં વળતર નક્કી કર્યા વગર સરવે શરૂ કરાતા ખેડૂતો વીફર્યા