હિંસા/ લખીમપુર હિંસા મામલે કેન્દ્રીય મંત્રી અજ્ય મિશ્રાના પુત્ર સામે ફરિયાદ નોંધાઇ

યુપીના લખીમપુર ખીરીમાં હિંસક અથડામણ બાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે

Top Stories
ashish mishra લખીમપુર હિંસા મામલે કેન્દ્રીય મંત્રી અજ્ય મિશ્રાના પુત્ર સામે ફરિયાદ નોંધાઇ

યુપીના લખીમપુર ખેરીમાં હિંસક અથડામણ બાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. રવિવારે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય લખીમપુર ખેરીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા, તે પહેલા હંગામો થયો હતો. કુલ આઠ લોકો મૃત્યુ પામ્યા હતા. ઘટના બાદ તરત જ વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, આ કેસમાં અજય મિશ્રાના પુત્ર આશિષ સામે ટીકોનિયા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.ઉલ્લેખનીય છે  કે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યારે ખેડૂતો વિરોધ કરવા ગયા હતા ત્યારે  જ કાર તેમને કચડી નાખી હતી. આ દરમિયાન ચાર ખેડૂતો મૃત્યુ પામ્યા હતા, જ્યારે હિંસામાં કુલ આઠ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ તેમના પુત્ર આશિષ મિશ્રા ડ્રાઇવિંગ કરતા હોવાના આરોપોને નકારી કાઢયા હતા. અજય મિશ્રાએ કેટલાક અસામાજિક તત્વોને જવાબદાર ઠેરવ્યા હતા.  અજય મિશ્રાએ જણાવ્યું હતું કે, “અમારા કાર્યકરો અમારા મુખ્ય મહેમાનને આવકારવા ગયા હતા અને હું તેમની સાથે હતો.  કેટલાક અસામાજિક તત્વોએ કાફલા પર હુમલો કર્યો, જેમાં કારનો ડ્રાઇવર અને તેણે સંતુલન ગુમાવી નાંખ્યું હતું

તેમના પુત્રએ કાર ચલાવી હોવાના આક્ષેપો પર તેમણે કહ્યું કે, “આ કાર્યક્રમ ખુલ્લામાં આયોજિત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમ દરમિયાન વહીવટીતંત્ર અને પોલીસ કર્મચારીઓ સહિત હજારો લોકો હાજર હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારા ત્રણ કાર્યકર્તા અને એક ડ્રાઈવર મૃત્યુ પામ્યા છે અને વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા. અમે આ મામલે એફઆઈઆર પણ નોંધાવીશું. અમારી પાસે સંપૂર્ણ વીડિયો છે. કલમ 302 હેઠળ આ કેસમાં જે કોઈ સામેલ છે, તેમનો કેસ નોંધવામાં આવશે.

આશિષ મિશ્રાએ આ મામલે ન્યાયિક તપાસની માંગ કરી હતી

કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષે પણ તેમની સામેના આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે હું સવારે નવ વાગ્યાથી કાર્યક્રમના અંત સુધી બંવરીપુરમાં હતો. મારી સામેના આક્ષેપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે અને હું આ મામલાની ન્યાયિક તપાસની માંગ કરું છું. દોષિતોને સજા થવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારા ત્રણ વાહનો એક કાર્યક્રમ માટે નાયબ મુખ્યમંત્રીને લેવા ગયા હતા. રસ્તામાં કેટલાક બદમાશોએ પથ્થરમારો કર્યો, કારમાં આગ લગાવી અને અમારા 3-4 કર્મચારીઓને લાકડીઓથી માર્યા