ગુજરાત/ અષાઢી બીજે અમદાવાદના આ વિસ્તારોમાં કરફ્યૂ લગાવાયો,પોલીસે જાહેરનામુ બહાર પાડ્યું

  રાજય માં સોમવારે  અષાઢી  બીજના દિવસે અમદાવાદ માં 144 મી રથયાત્રા નીકળશે

Ahmedabad Gujarat

રાજય માં  આ  વખતે  કોરોના ના ની બીજી લહેર ખુબ જ ભયંકર  જોવા મળી હતી . જેમાં લાખો લોકો  કોરોના સંક્રમિત થયા હતા તેમજ અનેજ ના મૃત્યુ પણ પામ્યા હતા . હવે  રાજય માં કોરોના કેસ ઘટતા નિયંત્રણો  થતા સરકાર દ્વારા  ધીમે ધીમે છૂટ છાટ આપવામાં આવી રહી છે . ત્યારે  રાજય માં સોમવારે  અષાઢી  બીજના દિવસે અમદાવાદ માં 144 મી રથયાત્રા નીકળશે.  રાજય માં કોરોનાની બીજી લહેરને કારણે આ વર્ષે રથયાત્રા યાત્રા 5થી 6 કલાકમાં પૂરી કરાશે તે રીતે પ્લાનિંગ કરાયું છે. ર

 રથયાત્રાને પગલે પોલીસ કમિશનર દ્વારા બે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત  રૂટ ડાયવર્ઝન અને નો પાર્કિંગ  જેવા   જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. રથયાત્રાના રુટ પર ખાનગી વાહનોનું પાર્કિંગ નહિ થઈ શકે.  રથયાત્રાના રુટમાં આવતા તમામ  8 પોલીસ સ્ટેશનનો વિસ્તાર કરફ્યૂમાં સામેલ કરાયો છે.  તેમજ આ કરફ્યૂ વાળા  વિસ્તારમાં વાહનોના અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકાયો છે.

રથયાત્રા નિમિત્તે ગાયકવાડ હવેલી, ખાડીયા, કાલુપુર, શહેરકોટડા, માધુપુરા, દરીયાપુર, શાહપુર તથા કારંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર કરફ્યુગ્રસ્ત જાહેર કરાયો છે. જ્યાં તમામ પ્રકારના વાહનોના અવરજવર પર પ્રતિબંધ રહેશે. તેમજ સરદાર બ્રિજથી ફુલબજારથી જમાલપુર ચાર રસ્તા, એસટી સર્કલ, આસ્ટોડિયા દરવાજા, સારંગપુર સર્કલ, પોટલીયા ચાર રસ્તા, નિર્મલપુરા ચાર રસ્તા, મેમ્કો ચાર રસ્તા, અમદુપુરા બ્રિજ નીચે ત્રણ રસ્તા, ઈદગાહ સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, રાહત સર્કલ, ગાંધીબ્રિજ શંકરભુવન ઢાળ ટી, નહેરુબ્રિજ  રૂપાલી સિનેમા ત્રણ રસ્તા, એલિસબ્રિજ વિક્ટોરિયા ગાર્ડનથી ઉપર જણાવેલ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પ્રવેશ કરી નહિ શકાશે.