Anju returned to India/ ભારત આવીને અંજુને લઈ જવાની ઈચ્છા નસરુલ્લાને જેલ ભેગો કરી શકે છે

પોતાના ફેસબુક પ્રેમી નસરુલ્લાહ માટે ભારતથી પાકિસ્તાન ભાગી ગયેલી અંજુ પરત ફરી છે. પાકિસ્તાન ગયા પછી અંજુએ ઈસાઈ ધર્મ છોડીને ઈસ્લામ ધર્મ અપનાવ્યો.

Top Stories India
YouTube Thumbnail 2023 12 03T143957.147 1 ભારત આવીને અંજુને લઈ જવાની ઈચ્છા નસરુલ્લાને જેલ ભેગો કરી શકે છે

પોતાના ફેસબુક પ્રેમી નસરુલ્લાહ માટે ભારતથી પાકિસ્તાન ભાગી ગયેલી અંજુ પરત ફરી છે. પાકિસ્તાન ગયા પછી અંજુએ ઈસાઈ ધર્મ છોડીને ઈસ્લામ ધર્મ અપનાવ્યો. તેનું નામ અંજુથી બદલીને ફાતિમા રાખ્યા બાદ તેણે નસરુલ્લા સાથે લગ્ન કર્યા. અંજુ ભારત આવ્યા બાદ તેનો પાકિસ્તાની પતિ નસરુલ્લા કહે છે કે તે પણ આવવાનો છે. પરંતુ જો નસરુલ્લા ભારત આવે છે તો તેના માટે મોટી સમસ્યા બની શકે છે. અહીં આવવા પર તેને ધરપકડનો સામનો પણ કરવો પડી શકે છે.

અંજુ રાજસ્થાનના ભીવાડીની રહેવાસી છે. પરત ફર્યા બાદ તેણે કહ્યું કે તે તેના બાળકો માટે આવી છે. પરંતુ અંજુના બાળકો તેમની સાથે રહેવા માંગતા નથી. માહિતી મુજબ, મંગળવારે આઈબીની ટીમે અંજુના બાળકોની પૂછપરછ કરી, જેમાં આ ખુલાસો થયો. બંને બાળકોએ અંજુને મળવાની પણ ના પાડી દીધી હતી. ભીવડી પોલીસ અંજુની પણ પૂછપરછ કરશે. કારણ કે પાકિસ્તાન ગયા બાદ તેના પતિએ એફઆઈઆર નોંધાવી હતી.

શું નસરુલ્લાની ધરપકડ થશે?

ભીવાડીના એડિશનલ એસપી દિલીપ સૈનીએ જણાવ્યું કે અંજુના પતિ અરવિંદે અંજુ અને તેના પાકિસ્તાની પતિ નસરુલ્લા વિરુદ્ધ રિપોર્ટ નોંધાવી છે. તેમને કહ્યું, ‘જો આ કેસમાં ધરપકડની જોગવાઈ હશે તો ધરપકડ કરવામાં આવશે.’ આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે જો નસરુલ્લા ભારત આવવાનું વિચારે છે તો તે અંજુ સુધી પહોંચતા પહેલા જેલના સળિયા પાછળ જઈ શકે છે. અંજુ બુધવારે બપોરે અટારી બોર્ડર થઈને ભારત આવી હતી. ત્યાં તે BSF કેમ્પમાં રહી જ્યાં ગુપ્તચર એજન્સીઓએ તેની ઘણા કલાકો સુધી પૂછપરછ કરી. બાદમાં તે દિલ્હી જવા રવાના થઈ ગઈ હતી.

પાકિસ્તાનથી ભારત આવેલી અંજુ કહે છે કે તે બાળકો માટે પરત આવી છે. પરંતુ હવે સત્ય અલગ જ બહાર આવી રહ્યું છે. જાણકારી અનુસાર, ઘણી વિનંતીઓ છતાં, પાકિસ્તાન સરકાર દ્વારા અંજુના વિઝાને લંબાવવામાં આવ્યો ન હતો. જેના કારણે અંજુને પરત ફરવાની ફરજ પડી હતી. નસરુલ્લાના પરિવારજનોનું કહેવું છે કે હવે બંને દુબઈ જઈ શકે છે. વિઝાની મુશ્કેલીઓથી બચવા માટે બંને કાયમ માટે દુબઈ જઈ શકે છે.


આ પણ વાંચો:Election Results Live: છત્તીસગઢ સહિત ત્રણ રાજ્યોનો જનાદેશ…મોદી એટલે જીતની ગેરંટી!

આ પણ વાંચો:લોકશાહીમાં સરકારે નબળા વર્ગના લોકો સાથે ઊભા રહેવું જોઈએઃ ચીફ જસ્ટિસ ચંદ્રચુડ

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં ભાજપ પ્રચંડ જીત તરફ, આ પાંચ ચહેરા સીએમ પદની રેસમાં