Tech News/ એવું ડિવાઈઝ જે ખતમ કરી દેશે અસલી અને નકલી દુનિયાનો તફાવત

પક્ષીનું વજન અને તેની ચાંચ મારવાની પીડા પણ એકદમ વાસ્તવિક હશે. આ ડિવાઈઝ દ્વારા વ્યક્તિ માત્ર મેટાવર્સમાં હોવાનો અહેસાસ…

Tech & Auto
A device that will eliminate the difference between the real and the fake world

તમે જોયું હશે કે વીડિયો ગેમ્સમાં તમે તમારા રિમોટથી સ્વીચ દબાવીને તમારા કેરેક્ટરને હેન્ડલ કરી શકતા હતા. આ બાદ 3D અને 7D નો જમાનો આવ્યો, જે તમને ગેમની અંદરનો અદભૂત અનુભવ કરાવતી હતી. હવે જાપાનની એક કંપનીએ એવું ડિવાઈઝ તૈયાર કર્યું છે, જે તમને વર્ચ્યુઅલ દુનિયામાં ઘા લાગવાથી વાસ્તવ દુનિયામાં પણ પીડા અનુભવાશે.

જાપાનીઝ સ્ટાર્ટ-અપ કંપની H2L Technologies દ્વારા બનાવવામાં આવેલ આ અનોખું ડિવાઈઝ Metaverse ના અનુભવને વાસ્તવિક જીવનમાં લાવવાનું કામ કરશે. ટોક્યો સ્થિત કંપનીએ એક અનોખું બેન્ડ બનાવ્યું છે, જેને યુઝરે પોતાના હાથમાં પહેરવાનું રહેશે. તે પછી મેટાવર્સમાં તમને ધા વાગશે તો વાસ્તવિક દુનિયામાં પણ અનુભવ થશે.

મેટાવર્સમાં માર પડશે તો વાસ્તવમાં પણ પીડા થશે

આ ડિવાઈઝ દ્વારા કેટલાક નાના ઇલેક્ટ્રિક શોક્સ લાગશે, જે ડિવાઈઝ પહેરનારને પીડા આપશે. આ શોક્સ તમને તમારા કેરેક્ટરને થયેલ નુકસાનની અનુભૂતિ કરાવશે. આ ઉપરાંત, આ ડિવાઈઝ દ્વારા તમે તમારા હાથ પર બેઠેલા પક્ષીનો અનુભવ કરી શકશો. પક્ષીનું વજન અને તેની ચાંચ મારવાની પીડા પણ એકદમ વાસ્તવિક હશે. આ ડિવાઈઝ દ્વારા વ્યક્તિ માત્ર મેટાવર્સમાં હોવાનો અહેસાસ જ નહીં કરે, પરંતુ તે વાસ્તવિક જીવન જીવવાનો પણ અનુભવ કરશે.

હવે બાકી શું રહ્યું?

H2L CEO Emi Tamakiએ જણાવ્યું કે, પીડા અનુભવીને આપણે મેટાવર્સને વાસ્તવિક દુનિયામાં ફેરવીશું. તે ત્યાં હોવાનો અનુભવ વધારશે. તમકીએ આ વિચાર હેપ્ટિક ફીડબેક ટેક્નોલોજીથી લીધો હતો, જેના દ્વારા લોકોને કાર્ડિયાક કન્ડિશનથી મૃત્યુનો અનુભવ આપવામાં આવ્યો હતો. આ કોન્સેપ્ટ પર કામ કરીને આ ડિવાઈસ બનાવવામાં આવ્યું છે. તેમનો દાવો છે કે વર્ષ 2029 સુધીમાં આ ટેક્નોલોજીના માધ્યમથી માણસો ભૂગોળ અને મનોવિજ્ઞાનની વસ્તુઓને અનુભવી શકશે.

વાંચો આ પણ: પાકિસ્તાનના સંભવિત PM શાહબાઝ ભારત માટે કેટલા ‘શરીફ’ સાબિત થશે?

વાંચો આ પણ: નેશનલ હેરાલ્ડ કેસની તપાસ મલ્લિકાર્જુન ખડગે સુધી પહોંચી, ED પૂછપરછ કરી રહી છે

વાંચો આ પણ: હિન્દુઓ તમે પણ આતંકવાદી બની જાવ, આધ્યાત્મિક ગુરુ પુલકિત મહારાજના વિવાદાસ્પદ શબ્દો 

વાંચો આ પણ: વડાપ્રધાન મોદીએ PM કિસાન યોજના વિશે ટ્વિટ કર્યું, આપી આ મોટી માહિતી, તમે પણ જલ્દી નોંધણી કરાવો