Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં ગોમતીપુર (Gomtipur)માં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે (Women Constable) પતિ અને સાસરિયાઓ વિરૂદ્ધ ઘરેલૂ હિંસા (Domestic Violence) બદલ ઓઢવ પોલીસ સ્ટેશન (Police Station)માં ફરિયાદ (FIR) નોંધાવી છે. મહિલાને સતત સાસરી તરફથી ત્રાસ મળતો હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ શહેરમાં ઓઢવ (Odhav) વિસ્તારમાં આવેલ ગોમતીપુરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલને લગ્ન પછી પતિ સહિત સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. ઉપરાંત, લગ્નના નવ મહિના પછી પત્નીને તેના પતિના લગ્નેતર સંબંધ (Extra Marital Affair) વિશે ખબર પડી. જ્યારે મહિલાએ આ વિશે પતિને પૂછ્યું ત્યારે તેઓએ ઝઘડો કરી મહિલાને માર માર્યો હતો અને 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આખરે કંટાળીને પરિણીત મહિલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં તેના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કાયદેસર કાર્યવાહી કરવાની અરજી કરી છે.

મહિલા કોન્સ્ટેબલનાં લગ્ન 2021 માં કલોલમાં રમેશભાઈ સાથે થયા હતા. 9 મહિના પછી પત્નીને ખબર પડી કે તેના પતિને બીજી સ્ત્રી સાથે અફેર છે. જેના કારણે પત્ની પતિને પૂછવા પર પતિ ત્રાસ આપતો. જેના કારણે પરિણીત મહિલા તેના સાસરિયાઓને કહેતી હતી કે તે તેના પતિના પૈસા લઈને તેને હેરાન કરે છે. વધુમાં, પતિએ પત્ની પાસેથી ખર્ચ માટે ઘણી વખત પૈસા લીધા છે અને તેના નામે લોન પણ લીધી છે. પાછળથી જ્યારે પત્ની ગર્ભવતી (Pregnant) થઈ ત્યારે તે પિયરમાં રહેવા ગઈ. બાદમાં પતિ અને તેના સાસરિયાઓએ મહિલાને સાસરી પરત આવતાં કહ્યું, “તમે કંઈ લાવ્યા નથી.” સાસરીનાં લોકોએ દલીલ કરી 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. કંટાળીને મહિલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો:રાજકોટઃ મહિલા કોન્સ્ટેબલના આપઘાતનો મામલો, મરવા માટે મજબુર કરનાર વિરુદ્ધ નોંધાઈ ફરીયાદ
આ પણ વાંચો:મહિલા કોન્સ્ટેબલની પજવણી કરનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ, હત્યાના પ્રયાસનો ગુનો દાખલ
આ પણ વાંચો:મહિલા ASI કોન્સ્ટેબલ સાથે થયા ગૂમ
