ઉત્તર પ્રદેશના નોઈડામાં રામકૃષ્ણ અનાથઆશ્રમમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અનાથ આશ્રમમાં લાગેલ આગમાં 16 બાળકો સહિત 19 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. મોડી રાત્રે રામકૃષ્ણ અનાથાલયમાં આગ લાગવાની ઘટનામાં બાળકો સહિત અનેક લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી હતી. આગ દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ રામકૃષ્ણ અનાથ આશ્રમ પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયરની ટીમે ફસાયેલા તમામ લોકોને બહાર કાઢ્યા બાદ રાહતનો શ્વાસ લીધો હતો. શુક્રવાર-શનિવારની મોડી રાત્રે, ફાયર સર્વિસ યુનિટને સવારે 2:31 વાગ્યે C-21, નોઇડા સેક્ટર 26 થી જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે આગ ઓલવવામાં સફળતા મેળવી હતી.
આગને કાબૂમાં લીધા બાદ ગૌતમ બુદ્ધ નગરના સીએફઓ પ્રદીપ કુમારે કહ્યું કે અમને રામકૃષ્ણ વિવેકાનંદ મિશન ટ્રસ્ટના અનાથાશ્રમમાં આગની માહિતી મળી હતી. અમે બે વાહનો લઈને અહીં પહોંચ્યા. આગ G+1 બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટોરમાં લાગી હતી. અમારી ટીમે અહીં પહોંચીને આગની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. અમને કહેવામાં આવ્યું કે બિલ્ડિંગમાં 19 લોકો હતા. અમે તેમને પહેલા બહાર કાઢ્યા. CFOએ જણાવ્યું કે 16 બાળકોની ઉંમર ચાર વર્ષથી 12 વર્ષની વચ્ચે હતી. તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ સિવાય ત્રણ કેરટેકરને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
ગૌતમ બુદ્ધ નગરના સીએફઓ પ્રદીપ કુમારે જણાવ્યું કે અનાથાશ્રમમાં રહેતા તમામ 16 બાળકો અને 3 અન્ય લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. અમે માથાની ગણતરી કરી છે. કોઈ જાનહાનિ થઈ નથી. સ્થળ પર શાંતિ જળવાઈ રહી છે. આ મામલાની માહિતી મળતા જ અન્ય પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
શુક્રવારે મોડી રાત્રે નોઈડાના સેક્ટર 20 પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર 26 સ્થિત રામકૃષ્ણ વિવેકાનંદ મિશન ટ્રસ્ટના અનાથાશ્રમમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આ આગમાં ફસાયેલા 16 બાળકો અને ત્રણ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ બિલ્ડિંગના સ્ટોર રૂમમાં લાગી હતી. ચીફ ફાયર ઓફિસર પ્રદીપ કુમાર ચૌબેએ જણાવ્યું કે શુક્રવારે રાત્રે લગભગ 2 વાગે ફાયર પોલીસને માહિતી મળી હતી કે સેક્ટર 26ના સી-બ્લોકમાં સ્થિત રામકૃષ્ણ વિવેકાનંદ મિશન ટ્રસ્ટના અનાથાશ્રમમાં આગ લાગી છે. તેમણે જણાવ્યું કે ફાયર વિભાગની બે ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. હાલ આગ સંપૂર્ણ રીતે ઓલવાઈ ગઈ છે. 16 બાળકો (4 થી 12 વર્ષની વયના) અને અનાથાશ્રમમાં રહેતા ત્રણ કેરટેકર્સને બિલ્ડિંગમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અનાથાશ્રમના સ્ટોર રૂમમાં આગ લાગી હતી.
આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો
આ પણ વાંચોઃ Bhavnagar-Truck accident/ભાવનગર નજીક ટ્રકે પલ્ટી ખાતા એકનું મોત
આ પણ વાંચોઃ Valsad/પ્રાથનામાં હાજરી ન આપતા વિદ્યાર્થીનીને બાથરૂમમાં બંધ કરી દીધી
આ પણ વાંચોઃ રાજકોટ/પાટીદારોએ પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં લગાવ્યા બેનરો, તો ચૂંટણી અધિકારીઓએ હટાવ્યા
