અમદાવાદ/ ખોખરામાં ઉઘરાણી બાબતે બબાલ થતા ફાઈનાન્સરની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરાઈ હત્યા

સવારે છ વાગ્યે વ્યાજની ઉઘરાણી કરવું કુખ્યાત ફાયનાન્સર એવા વૃદ્ધ ને ભારે પડ્યું છે. રૂપિયા ઉઘરાવવા સવારે છ વાગ્યે ગયેલા વૃદ્ધ ને છરીઓ…

Ahmedabad Gujarat
ફાઈનાન્સરની હત્યા

ફાઈનાન્સરની હત્યા: સવારે છ વાગ્યે વ્યાજની ઉઘરાણી કરવું કુખ્યાત ફાયનાન્સર એવા વૃદ્ધ ને ભારે પડ્યું છે. રૂપિયા ઉઘરાવવા સવારે છ વાગ્યે ગયેલા વૃદ્ધ ને છરીઓ ના ઘા મારી રહેંસી નાખ્યા. ખોખરા પોલીસે વ્યાજખોર ની હત્યા મામલે આરોપીની અટકાયત કરી. ફાઈનાન્સરની હત્યાની આ ઘટના સીસીટીવીમા પણ કેદ થઈ અને આ હુમલો મારામારી અને આખરે હત્યાની ઘટના ના લાઈવ દ્રશ્યો સામે આવ્યા.

CTM નેશનલ પાર્કમાં રહેતા એક ફાઈનાન્સર બાલા સુબ્રમણ્યમ ઉર્ફ મણી મ્યુનિસિપલ ગાડઁન-વસાવડા હોલ નજીક રુક્ષ્મણીબેન હોસ્પિટલ પાસે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. મુતકને લોહીલુહાણ હાલતમાં 108 ના મારફતે એલ.જી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જો કે સારવાર પહેલા મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : હળવદ હાઈ-વે પર ગાય આડી ઉતરતા કેમીકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું : લાખોનું કેમીકલ ઢોળાઈ ગયું.!

બાલા પોતે ફાઇનાન્સર હતો અને વ્યાજે રૂપિયા આપતો હતો. બુધવારે સવારે તે પોતાની ઉઘરાણીના રૂપિયા લેવા માટે એક વ્યક્તિ પાસે પહોંચ્યો હતો. જ્યાં બન્ને વચ્ચે રકઝક થઈ હતી અને દેણદાર ઉશ્કેરાઈ ગયો અને બાલાને ચાર-પાંચ ચાકુના ઘા ઝીંકી દિધા હતા. જેમાં બાલાનું મોત નીપજ્યું હતું. બીજી તરફ હત્યા કર્યા બાદ આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.

ઘટનાની બીજી બાજુની વાત કરીએ તો મૃતક સુબ્ર મણી રાજવેલ મુદ્દલિયાર ફાયનાન્સર હતો. તેણે જયેશગીરી ને વ્યાજે નાણાં આપ્યા હતા. વ્યાજ સહિતની રકમ આરોપી ચૂકવતો હતો.પણ છતાંય અમુક 30 35 હજાર લેવાના બાકી હોવાથી મૃતક આરોપીના ઘરે પહોંચ્યો હતો. વહેલી સવારે જયેશગીરી હજુ આંખ ઉઘાડે ત્યાં ઉઘરાણી માટે આ મૃતક આવ્યો છે. જેની દાઝ રાખી આરોપી આવેશમાં આવી ગયો અને છરીઓ ના ઘા મારી તેને રહેસી નાખ્યો.

આ પણ વાંચો : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, બે લોકોનાં ઘટના સ્થળે જ મોત

હાલ તો આરોપી જયેશગીરી ની પોલીસે અટકાયત કરી. પણ મૃતક અને આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. તો મૃતક હાટકેશ્વર સર્કલ બેસી વ્યાજનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. જો કોઈ વ્યક્તિઓને વ્યાજ આપવામાં મોડું થાય તો ઉંચી પેનલ્ટી વસુલતો અને 9 થી 11 ના સમયમાં વ્યાજ વસુલતો અને 20 થી 40 ટકા વ્યાજ વસુલતો અને પોતે ઓફિસ રાખી પોલીસની જેમ રિમાન્ડ લઈ માર મારતો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ ગયા હોય તેમ એક બાદ એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ અમદાવાદના ઇસનપુરમાં પશ્ચિમ બંગાળની એક 35 વર્ષીય મહિલાની પણ હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવી હતી. મહિલાની રહસ્યમય સંજોગોમાં થયેલી હત્યામાં ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યાં હતાં.

આ પણ વાંચો :રાજકોટને ગંદકીના ન્યુસન્સ પોઈન્ટ મુક્ત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરતા મેયર ડૉ.પ્રદીપ ડવ