Fire/ સુરતમાં ફરી એકવાર લાગી આગ, મોટી સંખ્યામાં ફાયરની ગાડીઓ પહોંચી

શહેરના કતારગામ અશ્વિનીકુમાર નજીક આવેલ કાપડની મિલમાં ભીષણ આગ લાગી છે.ઘટના સ્થળે એકસાથે 9  ફાયરની ગાડીઓ પહોંચી છે. આની સાથે જ આગ પર કાબુ મેળવવાં માટેનાં પ્રયત્નો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. 

Gujarat Others
a 438 સુરતમાં ફરી એકવાર લાગી આગ, મોટી સંખ્યામાં ફાયરની ગાડીઓ પહોંચી

સુરતમાં દિનપ્રતિ દિન આગની ઘટનાઓ સામે આવતી જ હોય છે. ઘણીવાર તો આગ એટલી ભયંકર હોય છે કે, કિંમતી મુદ્દામાલ બળીને ખાખ થઈ જવાને લીધે લાખોનું નુકસાન થતું હોય છે. ત્યારે આવામાં વધુ એક આગની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, શહેરના કતારગામ અશ્વિનીકુમાર નજીક આવેલ કાપડની મિલમાં ભીષણ આગ લાગી છે.ઘટના સ્થળે એકસાથે 9  ફાયરની ગાડીઓ પહોંચી છે. આની સાથે જ આગ પર કાબુ મેળવવાં માટેનાં પ્રયત્નો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. આની સાથે જ કુલ 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોઈ જાનહાની ન થઈ હોવાને લીધે લોકોમાં રાહત જોવા મળી રહી છે.

આગ એટલી ભયંકર લાગી હતી કે, ધુમાડાનાં ગોટેગોટા દુર-દુરનાં વિસ્તાર સુધી જોવા મળ્યા હતાં. આગની આ ઘટના  એ.કે.રોડ ભવાની સર્કલ નજીક બની છે. આની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો છે. આગને લઈ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો