Not Set/ જી ટી યુમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીએ 11માં માળેથી ઝંપલાવતા મોત નીપજ્યું

અમદાવાદના ચાંદખેડા વિસ્તરમાં રહેતો જીટીયુ કોલેજમાં અભ્યાસ કરતો વિદેશી વિદ્યાર્થી 11 માં માળેથી કૂદી મોતને ભેટે થયો આ મામલે જાણ થતા હતાહત મચી ગઈ હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી પ્રાથમિક તપાસ મુજબ માનસિક અને તણાવ માં આવી આપઘાત કર્યા હોવાનું જણાય છે જી.ટી.યુંના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ડેનિસ નામના વિદેશી વિદ્યાર્થીએ […]

Ahmedabad Gujarat
IMG 20210622 WA0020 જી ટી યુમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીએ 11માં માળેથી ઝંપલાવતા મોત નીપજ્યું

અમદાવાદના ચાંદખેડા વિસ્તરમાં રહેતો જીટીયુ કોલેજમાં અભ્યાસ કરતો વિદેશી વિદ્યાર્થી 11 માં માળેથી કૂદી મોતને ભેટે થયો આ મામલે જાણ થતા હતાહત મચી ગઈ હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી પ્રાથમિક તપાસ મુજબ માનસિક અને તણાવ માં આવી આપઘાત કર્યા હોવાનું જણાય છે

જી.ટી.યુંના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ડેનિસ નામના વિદેશી વિદ્યાર્થીએ આજે સાંજના સમયે 11મા માળેથી કૂદી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ડેનિસ ચાંદખેડામાં આવેલ ગોદરેજ ગાર્ડન સિટીમાં ત્રણ વિદેશી મિત્રો સાથે પી.જી.માં રહેતો હતો

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક પુછપરછમાં વિદ્યાર્થી બીજા વર્ષમાં નાપાસ થતાં સતત ડિપ્રેશનમાં રહેતો હતો. છેલ્લા એક વર્ષથી તેની ડિપ્રેશનને લઈ દવા પણ ચાલી રહી હોવાનું તેના મિત્રોનું કહેવું છે. આજે અગમ્ય કારણોસર તેણે આત્મહત્યા કરી લેતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી, લાશને પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધી છે.

પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વિદેશમાં રહેતા વિદ્યાર્થીના પરિવારજનોને મામલાની જાણકારી આપી છે. મૃતક વિદ્યાર્થીના પરિવારજનો આવતીકાલ સુધી ભારત આવી શકે છે. પોલીસે વિદ્યાર્થીના મોત મામલે તપાસ અંગે કોલેજ તથા તેના મિત્રોની પ્રાથમિક પુછપરછ કરી કાર્યવાહી શરૂ કરી છે.