હવે તો સમજો/ ધોરાજીના શિક્ષિત બેરોજગાર યુવાનએ આ પરીક્ષાની ભરતી કરવા સીએમને લખ્યો લોહીથી પત્ર

ભરતીને આજે એક વર્ષ અને બાર દિવસ પુર્ણ થયેલ હોવા છતાં ભરતીની પ્રક્રીયા પુર્ણ થયેલ નથી. આથી તાત્કાલિક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા લોહીથી એક પત્ર લખી અને મુખ્યમંત્રી સમક્ષ આ ભરતી ઝડપથી પૂર્ણ કરવા ધોરાજીના શિક્ષિત બેરોજગાર યુવાને માંગ કરી છે.

Top Stories Gujarat Others
પત્ર

ધોરાજીના શિક્ષિત બેરોજગાર યુવાને લાઇવલી હૂડ કંપનીની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ડેપ્યુટી કલેકટર મારફત મુખ્ય મંત્રીને લોહીથી પત્ર લખ્યો છે. ધોરાજીના શિક્ષિત બેરોજગાર યુવાને ગુજરાતના મુખ્યમંત્રીને લોહીથી પત્ર લખી અને આવેદન પાઠવ્યું હતું.

ધોરાજીના શિક્ષિત બેરોજગાર યુવાને લાઇવલી હૂડ કંપનીની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ડેપ્યુટી કલેકટર મારફત મુખ્ય મંત્રીને લોહીથી પત્ર લખ્યો છે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા તારીખ ૦૭/૦૪/૨૦૨૧ ના રોજ જીલ્લા અને તાલુકા કક્ષાની અલગ અલગ પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ હતી. ઓજસ વેબસાઇટ દ્વારા અરજીઓ મંગાવેલ હતી. ત્યારબાદ તારીખ ૧૩-૧૪/૦૮/૨૦૨૧ નાં રોજ તેની પરીક્ષા પણ લેવામાં આવેલ હતી અને આન્સર કી પણ જાહેર કરેલ છે.અને મેરીટ લિસ્ટ પણ જાહેર કરેલ. ત્યારબાદ તારીખ ૦૬/૧૨/૨૦૨૧ થી ૧૮/૧૨/૨૦૨૧ સુધી સિલેકશન થયેલા ઉમેદવારોને ગ્રુપ ડિસ્કશન અને ફાઇનલ ઇન્ટરવ્યું માટે અમદાવાદ ખાતે બોલાવેલ હતાં. ત્યારબાદ પરીણામ જાહેર કરીને જે સિલેકશન થયા તેને ૨૩/૦૨/૨૦૨૨ નાં રોજ ડોક્યુમેન્ટ ચકાસણી માટેની જાહેરાત પણ ઓજસની વેબસાઇટ પર કરવામા આવેલ હતી. ત્યારબાદ ૦૧/૦૩/૨૦૨૨ નાં રોજ ડોક્યુમેન્ટ ચકાસણી પ્રક્રીયા અગમ્ય કારણોસર બંધ રાખેલ છે. તેની જાહેરાત પણ ઓજસની વેબસાઇટ અને છાપાઓમા કરવામાં આવેલ હતી. આ ભરતીને આજે એક વર્ષ અને બાર દિવસ પુર્ણ થયેલ હોવા છતાં ભરતીની પ્રક્રીયા પુર્ણ થયેલ નથી. આથી તાત્કાલિક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા લોહીથી એક પત્ર લખી અને મુખ્યમંત્રી સમક્ષ આ ભરતી ઝડપથી પૂર્ણ કરવા ધોરાજીના શિક્ષિત બેરોજગાર યુવાને માંગ કરી છે.

આ પણ વાંચો : રાજ્ય સરકાર માન્ય પુસ્તકોનો આધાર માન્ય રાખવામાં આવે : ઉમેદવારોની માગ