By Election/ પેટાચૂંટણીમાં સરેરાશ 60 ટકા મતદાન, ડાંગમાં સૌથી વધુ-ધારીમાં સૌથી ઓછું

ગુજરાતમાં આઠ બેઠકો માટેની પેટાચૂંટણીમાં આજે યોજાયેલ મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. પેટાચૂંટણીમાં સરેરાશ 51.25 ટકા મતદાન થયું હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. ચૂંટણીમાં છેલ્લા એક કલાકનું મતદાન બાકી હતું, ત્યારે એટલે કે પાંચ વાગ્યા સુધીમાં મતદારોમાં ક્યાંક નિરસતા, ક્યાંક ઉત્સાહ જોવામાં આવ્યો. 8 બેઠક પર ચૂંટણી લડી રહેલા તમામ 81 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થયા છે. પેટાચૂંટણીમાં […]

Top Stories Gujarat Others
shah 2 પેટાચૂંટણીમાં સરેરાશ 60 ટકા મતદાન, ડાંગમાં સૌથી વધુ-ધારીમાં સૌથી ઓછું

ગુજરાતમાં આઠ બેઠકો માટેની પેટાચૂંટણીમાં આજે યોજાયેલ મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. પેટાચૂંટણીમાં સરેરાશ 51.25 ટકા મતદાન થયું હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. ચૂંટણીમાં છેલ્લા એક કલાકનું મતદાન બાકી હતું, ત્યારે એટલે કે પાંચ વાગ્યા સુધીમાં મતદારોમાં ક્યાંક નિરસતા, ક્યાંક ઉત્સાહ જોવામાં આવ્યો.

8 બેઠક પર ચૂંટણી લડી રહેલા તમામ 81 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થયા છે. પેટાચૂંટણીમાં સરેરાશ 60 ટકા આસપાસ મતદાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. પંચ દ્વારા સાંજે પાંચ વાગ્યો આપવામાં આવેલા મતદાનનાં આંકડા પ્રમાણે પાંચ વાગ્યા સુધીમાં 53 ટકા આસપારનું મતદાન થયું હતું.

ડાંગમાં સૌથી વધુ  70.12 ટકા મતદાન નોંધાયું છે. વર્ષ 2017માં ડાંગમાં 72.64 ટકા મતદાન થયું હતું, ત્યારે ચૂંટણી વિશેેષજ્ઞની નજરે પેટાચૂંટણીમાં 70 ટકા મતદાન ખુબ સારુ મતદાન કહેવા. ધારીમાં સૌથી ઓછું 42.18 ટકા નિરસ મતદાન રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ધારીમાં ગત ચૂંટણીમાં હતું 59.48 ટકા મતદાન થયું હતું.

અબડાસામાં 57.78 ટકા જેટલું મતદાન નોંધાયું, કરજણમાં બીજું સૌથી વધારે 65.94 ટકા મતદાન નોંધાયું, જે ગત ચૂંટણીમાં 77 ટકા જેટલું હતું. કપરાડામાં પણ સારું એવું 67.27 ટકા મતદાન નોંધાયું છે. લીંબડીમાં પણ સરેરાશ 56 ટકા મતદાન જોવામાં આવે છે, વર્ષ 2017માં લીંબડીમાં 63.11 ટકા મતદાન હતું.

ગઢડામાં પણ નિરૂત્સાહી 47.82 ટકા મતદાન નોંધવામાં આવ્યું છે, જે ગત 2017ની ચૂંટણીમાં 56.20 ટકા જેટલું હતું. મોરબીમાં પણ ગત વર્ષની સરખામણીએ ઓછું મતદાન નોંધવામાં આવ્યું છે અને વીડિયો જાજા વાઇરલ થયા છે. જી હા, મોરબીમાં આ વખતે 51.85 ટકા મતદાન નોંધાવામાં આવ્યું, જે ગત વખતે હતું 71.24 ટકા જેટલું મતબર હતું. ઉલ્લેખ છે કે, આજે જે આઠ બેઠકો માટે પેટાચૂંટણી માટેનું મતદાન યોજવામાં આવ્યું હતું, તે તમામ આઠ બેઠકો વર્ષ 2017માં કોંગ્રેસે જીતી હતી અને કોંગ્રેસનાં ધારાસભ્યો દ્વારા પક્ષપલટો કરવામાં આવતા આ બેઠકો પર પેટાચૂંટણીઓ કરવામાં આવી છે.