IPL/ મિસ્ટર 360 ડિગ્રીની ઝલક આ બેબી એબી ડી વિલિયર્સમાં મળી જોવા, જોડાઇ શકે છે વિરાટ સેનામાં

દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ હાલમાં અંડર-19 વર્લ્ડ કપ 2022 માં છે. તેની બેટિંગ સ્ટાઇલ એબી ડી વિલિયર્સ જેવી છે. તે પણ ડી વિલિયર્સની જેમ સિક્સર ફટકારે છે.

Sports
11 2022 01 28T083211.344 મિસ્ટર 360 ડિગ્રીની ઝલક આ બેબી એબી ડી વિલિયર્સમાં મળી જોવા, જોડાઇ શકે છે વિરાટ સેનામાં

દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ હાલમાં અંડર-19 વર્લ્ડ કપ 2022 માં છે. તેની બેટિંગ સ્ટાઇલ એબી ડી વિલિયર્સ જેવી છે. તે પણ ડી વિલિયર્સની જેમ સિક્સર ફટકારે છે. તેના દરેક શોટમાં મિસ્ટર 360 ડિગ્રીની ઝલક જોવા મળે છે અને તેથી લોકો હવે તેને ‘બેબી એબી ડી વિલિયર્સ’ કહીને બોલાવે છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – LLC T20 / UAE માં ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ સ્ટાર બેટ્સમેને તોફાની ઇનિંગ રમી બતાવ્યો જુનો અંદાજ

18 વર્ષનાં બ્રેવિસની બેટિંગ ડિવિલિયર્સ જેવી જ લાગે છે. અંડર-19 વર્લ્ડ કપમાં પોતાની શાનદાર બેટિંગથી બધાનું ધ્યાન ખેંચનાર બ્રેવિસ હવે IPL 2022 મેગા ઓક્શનમાં પ્રવેશવા જઈ રહ્યો છે. બ્રેવિસે IPL ની હરાજી માટે નોંધણી કરાવી છે. બ્રેવિસે અંડર-19 વર્લ્ડ કપમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવ્યા છે. ટૂર્નામેન્ટની 4 મેચમાં તેના બેટએ 90.50ની એવરેજથી 362 રન બનાવ્યા છે.

Instagram will load in the frontend.

જમણા હાથનાં બેટ્સમેને આ સમયગાળા દરમિયાન 3 અડધી સદી અને એક સદી ફટકારી છે. તેણે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 11 સિક્સર અને 33 ફોર ફટકારી છે. બ્રેવિસને પ્રેમથી બેબી એબી ડી વિલિયર્સ અને એબી 2.0 કહેવામાં આવે છે. તેણે અગાઉની મેચોમાં 65, 104, 96 અને 97 રનની ઇનિંગ્સ રમી છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – દુ:ખદ / દિગ્ગજ હોકી ખેલાડી ચરણજીત સિંહનું નિધન, PM નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો

બ્રેવિસને IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ફેન માનવામાં આવે છે. ઉપરાંત તે એબી ડી વિલિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો પણ મોટો ચાહક છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તેણે RCBની જર્સી પહેરી છે. આ પછી એવું માનવામાં આવે છે કે તે IPL 2022માં વિરાટ કોહલી સાથે બેંગ્લોર ટીમમાં રમી શકે છે.