Kutch News/ નખત્રાણાના કોટડામાં સોનાનો વેપારી લૂંટાયો

ઘાયલ થતાં નજીકના લોકોએ વેપારીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.

Top Stories Gujarat

Kutch News: કચ્છ(Kutch)ના નખત્રાણાના કોટડામાં સોનાનાં વેપારી લૂંટાતા (Loot) ચકચાર મચી ગઈ છે. વેપારીને લૂંટારાઓએ છરી મારી દાગીના ભરી બેગ લૂંટી આરોપી ફરાર થઈ ગયા હતા.  ઘાયલ થતાં નજીકના લોકોએ વેપારીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.

કચ્છ જીલ્લાના નખત્રાણા તાલુકાના કોટડા નવાવાસમાં નિલકંઠ જ્વેલર્સના વેપારી નિલેશ સોનીને લૂંટારાઓએ છરી મારી દાગીના ભરેલી બેગ લૂંટી રફુચક્કર થઈ ગયા હતા. નિલેશ સોની નામના વેપારી દુકાનેથી ઘરે જતા હતા ત્યારે કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ છરી મારી ફરાર થઈ ગયા હતા. નખત્રાણા પોલીસે લૂંટારૂઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. વેપારીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નશાયુક્ત બિસ્કિટ ખવડાવી ટ્રાવેલ્સ બસમાં લૂંટ, સાડા ત્રણ લાખ લૂંટ્યા

આ પણ વાંચો:પાલિતાણામાં નરાધમોએ દીકરીની લૂંટી આબરૂ

આ પણ વાંચો:અમદાવાદમાં જ્વેલર્સના શો રૂમમાં લૂંટ મામલે થયા મોટા ખુલાસા